News
ચણોદમાં મોબાઇલ શોપમાંથી 38,562ના મુદ્દામાલ ની ચોરી પોલીસે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી
વાપી ચણોદ કોલોની ખાતે હર્ષ સોસાયટીમાં રહેતા અને પુજારા ટેલિકોમ મોબાઇલ શોપ તથા ઇલેક્ટ્રીક એસેસરીઝમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા ચંદ્રેશ સુર્યકાંત પાટીલએ બુધવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, 30 જાન્યુઆરી ના રોજ રાત્રે દુકાન બંધ કરી તેઓ ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે દુકાનમાં ચોરી થયા હોવાની જાણ થતા તેઓ તાત્કાલિક દુકાન ઉપર પહોંચ્યા હતા.
દુકાનના શટરના તાળા બંધ હાલતમાં હોય અને શટરને વચ્ચેથી ખેચી બેન્ડ કરી અંદર પ્રવેશી કાંચના દરવાજાનો લોક કોઇ સાધન વડે તોડી ઇસમો દુકાન માં જઇ 10 ફોન અને ઇલેક્ટ્રીક એસેસરીઝ પૈકી પાવરબેંક, સ્માર્ટવોચ, બેન્ડ, એરબર્ડ્સ, હેડફોન મળી કુલ નંગ-13 કિં.રૂ.38,562ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયેલા ઇસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment