News
વાપીમાં બાઇક સળગાવી દેવાની અદાવતમાં છીરી માં 3 ઉપર ચપ્પુ-સળિયાથી હુમલો
વાપીના છીરી ગામે દોઢ વર્ષ અગાઉ બાઇક સળગાવવાની અદાવતે સોમવારે મોડી રાત્રે પિતા અને બે પુત્રો દ્વારા બે યુવકો ઉપર સળિયા અને ચપ્પુથી હુમલો કરાયો હતો. જ્યારે ત્રીજા યુવકને સવારે માર મારાતા તે પણ ઘવાયો હતો. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી.
વાપીના છીરી ખાતે રહેતા શાહિદ અને સાબિર સોમવારે મોડી રાત્રે શાંતિનગર વિસ્તારથી પરત ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે પાછળથી અચાનક ત્રણ લોકો સળિયા અને ચપ્પુ લઇને તેમની પાસે આવ્યા હતા અને બંને ઉપર હુમલો કરી દેવાયો હતો. ત્રણેય લોકોએ બંનેના શરીરે તેમજ માથાના ભાગે માર મારતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે સ્થાનિકોની મદદે તેઓ હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા.બીજા દિવસે મંગળવારે સવારે તેમના મિત્ર કલીમને પણ આ ત્રણેય ઇસમો દ્વારા માર મરાયો હતો. જેમાં તેને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા ડુંગરા પોલીસ હોસ્પિટલમાં પહોંચી હતી અને આઇસીયુમાં દાખલ બંને ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ હુમલામાં પિતા અને તેના બે પુત્રો હોવાનું જાણવા મળી રહ્યું છે. દોઢ વર્ષ અગાઉ તેમની બાઇક કોઇએ સળગાવી દેતા ઇજાગ્રસ્તો ઉપર શંકા હોય ત્રણેયએ હુમલો કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment