પત્ની બેંકમાં ગયા ત્યારે તસ્કરો કબાટમાંથી 4 તોલા સોનુ અને રૂ. 20 હજાર રોકડા ચોરી કરી ફરાર

વલસાડ જિલ્લાના પારડી નગરમાં ધોળે દિવસે પણ ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરોએ પારડી નગરપાલિકાના માજી સિનિયર ક્લાર્કના બંધ ફ્લેટને નિશાનો બનાવી કબાટમાંથી 4 તોલાના સોનાના ઘરેણાં અને રૂ. 20 હજાર રોકડા કબાટમાંથી ચોરી કરી તસ્કરો ફરાર થતા ગયા હતા. તસ્કરો ધોળે દિવસે ભરચક વિસ્તારમાંથી તસ્કરી કરી ગયા હોવાની જાણ પારડી નગરમાં ચકચાર મચી જવા પામી હતી.
વલસાડ જિલ્લા પારડી ચીવલ રોડ સ્થિત આવેલ અબુ જૈનત મંજિલ એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતા પારડી નગરપાલિકાના માજી સિનિયર ક્લાર્ક સ્વ. અબ્દુલ ઉર્ફે બાબાભાઈ મણિયારના ફ્લેટમાં આજરોજ બપોરના 2થી 3.30 વાગ્યાના સુમારે તેમની પત્ની ફરીદાબેન અબ્દુલ મણીયાર કે જેઓ કામ અર્થે બેંકમાં ગયા હતા. તે દરમ્યાન તસ્કરો દરવાજા નો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. જેમાં બે કબાટ ખોલી અંદર મુકેલા સોના ચાંદીના દાગીનામાં 4 તોલાનું એક મંગળસૂત્ર, 10 હજારની કાં ની બુટ્ટી, તેમજ રોકડા 20 હજાર અને 4 બગસરા બંગડી ની ચોરી કરી ગયા હોવાનું ફરીદાબેન મણિયાર એ જણાવ્યું હતું. ઘટના ની જાણ પોલીસ ને કરતા સ્થળ પર આવી પહોંચી હતી. અને તસ્કરો એ ચોરી નો અંજામ આપ્યો તે દિશામાં સીસી કેમેરા ના ફૂટેજ આધારે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરો ચોરી કરીને ડો. લતેશ પટેલ ના ક્લિનિક ના બાજુમાં એક કેળા ની લારી પર દસ્તાવેજ ભરેલ પર્સ છોડી ગયા હતા. પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close