News
સેલવાસના યુવક સાથે ક્રિપ્ટો કરન્સીના નામે 30 લાખની છેતરપિંડી, 2 કેરળથી ઝડપાયા દાનહ પોલીસની ટીમ મોબાઇલ લોકેશનના આધારે આરોપીઓને ઊંચકી લાવી
સેલવાસના એક વ્યક્તિ દ્વારા ક્રિસ્ટોકરન્સીના નામે 30 લાખની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આઇપીસી 420,120બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે આરોપીની કેરળથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં એને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો.
જ્યાં ક્રિસ્ટોકરન્સીના વેપાર સબંધિત સંદેશ મોકલાવતાં હતા.અને આ વોટ્સએપ ગ્રુપમાં ઘણા લોકોને જોડવામાં આવ્યા હતા.જેઓ સહાયક સલાહકારો હોવાનું જણાવતા હતા.જેઓ દ્વારા ક્રિપ્ટોકરન્સીના વેપાર અંગે માર્ગદર્શન કરતા હતા.
ફરિયાદી વોટ્સએપમાં જે કોન્ટેક્ટ આપવામાં આવેલા તેઓના સંપર્કમાં આવ્યા. જેઓ દ્વારા 30 લાખ રૂપિયા નકલી ડોમેન/યુઆરએલ નેક્સકોઈન અને ગ્લોબન કોઈન પર યુએસડીટીના વેપારના માધ્યમથી ઘણો નફો મળશે તેવી લાલચ આપી દેશની અલગ અલગ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવી લીધા હતા.જે બાદ ફરિયાદી પોતે છેતરાયો હોવાનું ભાન થતા તેણે સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આવા ઠગ ઇસમો દ્વારા સાઇબર છેતરપિંડીના કેસો ઘણા વધી રહ્યા છે અને એને રોકવા માટે દાનહ ડીડીના આઇજી,એસપીના માર્ગદર્શનમાં એસડીપીઓના દેખરેખમાં પીઆઇ, પીએસઆઇ સહિતની ટીમ બનાવી બોગસ વેબસાઇટો અને મોબાઈલ એપ્લિકેશનનું વિવરણનું વિશ્લેષણ કરવામાં આવેલું. આઈપી લૉંગ, વોટ્સએપ ચેટની તપાસ કરવામાં આવેલી.ફરિયાદી દ્વારા કરવામાં આવેલી લેવડ દેવડની તપાસ સાથે નકલી બેંક ખાતા અને મોબાઈલ નંબરોની ચકાસણી કરવામાં આવી જેમાં ટીમના પ્રયાસ દ્વારા બે આરોપીઓ એલ્બીન સીબી અને મુહમ્મદ અનસ બન્ને રહેવાસી કેરળ જેઓ આ આખુ રેકેટ ચલાવતા હતા. જેઓની ગુરુવારે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરતા પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી.એલ્બીન બેરોજગાર છે અને બોગસ એપ અને વેબસાઈટથી પાર્ટ ટાઈમ પૈસા કમાતો હતો. એણે ફરિયાદી સાથે છેતરપિંડી કરવા માટે ગ્રુપના અન્ય સભ્યોને ભાડા પર રાખી બેન્ક ખાતાઓ પણ બનાવ્યા હતા. વર્તમાન શિકારને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment