News
લંડન રહેતા DMC પૂર્વ કર્મીના ખાતામાંથી 16 લાખ ઉપડી ગયા.
દમણ મ્યુનિસીપલ કાઉન્સિલમાં અગાઉ નોકરી કરતા કર્મીના બેંક અકાઉન્ટમાંથી 7 માસમાં એટી એમ દ્વારા રૂ.16.31 લાખ ઉપડી જતા આ અંગે તેમણે નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, તેમની પાસે એટીએમ ન હોવા છતાં કોઇ ઇસમે એટીએમ વાપરી ખાતામાંથી રૂપિયા ઉપાડી તેમની સાથે છેતરપિંડી કરી છે. જેમાં બેંકનો જ કોઇ કર્મી સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરાઇ છે.
નાની દમણ ખાતે મોરા ફળિયામાં રહેતા અને હાલ લંડનમાં નિવાસ કરતા ગણેશ ડાંગીએ 14 ફેબ્રુઆરીના રોજ નાની દમણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે, તેઓ અગાઉ દમણ મ્યુનિસીપલ કાઉન્સિલમાં નોકરી કરતા હતા. નોકરીથી રિટાયરમેન્ટ બાદ તેઓ લંડન રહેવા માટે જતા રહ્યા હતા. તેમના ખાતામાં દમણ મ્યુનિસીપલ કાઉન્સીલ દ્વારા દર મહિને એનઇએફટી થકી પેન્શન જમા કરાવાતા હતા વર્ષ 2002માં નોકરીથી નિવૃત્ત થયા બાદ દર વર્ષે એક વાર તેઓ દમણ આવતા હતા. પરંતુ થોડા વર્ષોથી તેઓ દમણ આવી શક્યા ન હતા.પણ હાલ તેઓ દમણમાં જ સ્થાયી થયા છે. ડિસેમ્બર 2021માં આઇસી આઇ સીઆઇ બેંકના મેનેજરે પુત્રને ફોન કરી જણાવેલ કે, ખાતામાંથી એટીએમથી રૂપિયા કોણ ઉપાડે છે. જવાબમાં અમારી પાસે એટીએમ કાર્ડ ન હોવાનું અને તે માટે કોઇ આવેદન પણ ન કર્યાનું પુત્રએ જણાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, આ ખાતામાં કોઇ બીજા વ્યક્તિનું ફોન નંબર રજીસ્ટર કરી દેવાયું છે.જેથી ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા બાદ ફરિયાદીને કોઇ મેસેજ ન આવી શકે. જૂન 2021થી ડિસેમ્બર 2021 સુધીમાં કોઇ ઇસમે ફરિયાદીના ખાતામાંથી કુલ રૂ.16,31,600 ઉપાડી લીધા હોવાની જાણ બેંક સ્ટેટમેન્ટ કઢાવતા થઇ હતી. આ છેતરપિંડીમાં બેંકના કોઇ કર્મીની મિલી ભગત હોઇ શકે તેવી આશંકા સાથે પોલીસને ફરિયાદ કરાઇ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment