News
લીલાપોર ચાર રસ્તા અને ધરમપુર ચોકડી પાસે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ હતું ડમ્પરોમાંથી રૂ. 4 લાખની અને ટ્રકોમાંથી રૂ. 2.5 લાખની ખનીજ ચોરી ઝડપાઈ
વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ચેકીંગ દરમિયાન લીલાપોર ચાર રસ્તા પાસેથી ઓવરલોડ રેતી અને મેટલ ભરી આવતાં 2 ડમ્પર ઝડપી પાડ્યાં હતાં. જેમાંથી તેમણે રૂ. 4 લાખની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. જ્યારે ધરમપુર ચોકડી પાસેથી રોયલ્ટી વગર રેતી ભરેલી મુંબઈ તરફ જતી 2 ટ્રકને ઝડપી રૂ. 2.5 લાખની ખનીજ ચોરી થતા અટકાવી હતી. આમ વલસાડ ખાણ ખનીજ વિભાગે કુલ રૂ. 92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ શહેરમાં રેતી અને મેટલ ભરેલી ટ્રકને લીધે અને લગ્ન પ્રસંગમાં જતી એક જાનને લીધે થયેલા ટ્રાફિક જામની ઘટનાને લઈને વલસાડ પોલીસે ખાણ ખનીજ વિભાગને શહેરમાંથી રેતી ભરેલી ટ્રક જતી હોવા અંગેની જાણકારી આપી હતી. જેને લઈને ખાણ ખનીજ વિભાગના મદદનીશ અધિકારી એ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં લીલાપોર ચાર રસ્તા પાસેથી 2 ડમ્પર અટકાવી ચેક કરતાં એક ડમ્પરમાંથી રેતી અને બીજા ડમ્પરમાંથી મેટલ ઓવરલોડ ભરેલું મળી આવ્યું હતું.
ખાણ ખનીજ વિભાગે બંને ડમ્પરને સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં રૂ. 4 લાખની ખનીજ ચોરી અને કુલ રૂ. 80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓએ ધરમપુર ચોકડી ખાતે ચેકીંગ કરતાં મુંબઈ તરફ રોયલ્ટી વગર જતી ટ્રકોને ઝડપી પાડી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગે રૂ. 2.50 લાખની ખનીજ ચોરી અને કુલ રૂ. 12 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ખાણ-ખનીજ વિભાગે કુલ રૂ. 92 લાખનો મુદ્દામાલ સિઝ કરી કાર્યવાહી હાથ ધરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment