News
વાપીથી વલસાડ જતા ટ્રેક પર પલ્સર પર સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો ત્રણેય યુવાનોને મોટા વાહને કચડી મારતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા
પારડી નેશનલ હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે વાપીથી વલસાડ જતા ટ્રેક પર પલ્સર પર સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ હાઇવે પર પડેલા ત્રણેય યુવાનોને મોટા વાહને કચડી મારતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ પારડી પોલીસ સ્ટેશન આગળ નેશનલ હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે વાપીથી વલસાડ જતાં ટ્રેક પર પલ્સર (જીજે.15.બીએલ.2031) પર 3 યુવકો જઇ રહ્યા હતાં. આ દરમિયાન બંધ પડેલા ટેમ્પોને ઓવરટેક કરવા જતાં આ બાઇક સવાર યુવકોને અકસ્માત થયો હતો.
જેમાં આ ત્રણેય યુવાનો પલ્સર બાઇક પરથી નીચે પટકાયા હતા. એ જ સમયગાળા દરમિયાન પાછળ થી આવતા મોટા વાહને ત્રણેય યુવાનોને અડફેટે લેતાં ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતાં. મૃતક ત્રણ યુવાનો ધરમપુર તાલુકાના હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે યુવાનોના પાકિટના આધારે પરિવારનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ગંભીર ઘટનામાં એક ટેમ્પો ચાલક( ડીએન.03 એ 9282 )સ્થળ પર મળી આવ્યો હતો. જોકે ચાલક ન હોવાથી અકસ્માત ટેમ્પા ચાલકે કર્યો કે, અન્ય મોટાવાહને કર્યો એ અંગે સ્પષ્ટ થયું ન હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment