UIAની 15 બેઠકની ચૂંટણી માટે 34ની ઉમેદવારી, બે જૂથો વચ્ચે ચૂંટણી થવાના એંધાણ

આગામી 24 માર્ચે યોજાનાર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની 15 બેઠક માટેની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાના શુક્રવારે અંતિમ દિવસ સુધીમાં કુલ 34 ઉમેદવારી પત્રકો ભરાયા હતા.હવે ઉમેદવારી પત્રો પરત ખેચવાની છેલ્લી તારીખ 10 માર્ચ છે જે બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ઉમરગામ જીઆઇડીસી ઉદ્યોગપતિઓના બનેલા સંગઠ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (યુઆઇએ)ના 15 એજ્યુકેટીવ કમિટી મેમ્બરો માટે આગામી 24 માર્ચ 2022ના રોજ ચૂંટણી યોજાવાની છે.
જે માટે ઉમેદવારી પત્રકો ભરવાની શુક્રવારે 18 ફેબ્રુઆરીના રોજ અંતિમ દિવસ સુધીમાં કુલ 24 જણાએ ઉમેદવારી નોંધાવી છે.હવે આગામી 23 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ 10 માર્ચ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. તે બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે અને મતદાન 24 માર્ચ 2022ના રોજ સવારે 10 થી સાંજના 5 સુધી થશે. અને મતદાન સંપન્ન થયાં બાદ તુરંત જ મતગણતરી હાથ ધરી પરીણામ જાહેર કરવામાં આવશે. આમ ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એશોસિએશનની ચૂંટણીમાં બે જૂથો વચ્ચે જંગ થવાની સંભાવના છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close