News
વલસાડ તાલુકાના મુળી ગામે વડોદરા-મુંબઈ એક્સ પ્રેસવે માં અસર પામતા 44 પરિવારોજે ઘરવિહોણા થવાના હોઈ એવા મારાં આદિવાસી સમાજના લોકો સાથે વલસાડ કલેકટરશ્રીને આવેદન આપી રજૂ આત કરવામાં આવી
ધરમપુર તાલુકાપંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ અમારા સમાજ ના લોકો ને વિકાસ ના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.એ 44 પરિવારો એ સરકારશ્રી ના અધિકારીઓ ને વિસ્થાપિત થવાની પણ તૈયારી દાખવી.પરંતુ એના બદલામાં મુળી ગામ માં સરકારી જગ્યા હોઈ ત્યાં જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
અમેં આ વિભાગ ના અધિકારી ને પુછવા માંગીએ છીએ કે અમે આદિવાસી આ દેશ ના માલિક છીએ અને અમે ભીખ નથી માંગી રહ્યા.આ જગ્યા ફાળવવા બાબતે અમુક સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અમને અમારા ભગવાન બાબા સાહેબ એ સંવિધાન ની જે તાકાત આપી છે જ્યાં મુળી ગામના સરપંચશ્રી ઉમેદ ભાઈ, જીતેન્દ્રભાઈ પટેલ BTS પ્રમુખશ્રી વલસાડ,BTP તાલુકા પ્રમુખશ્રી વલસાડ મયુરભાઈ પટેલ,હિરેનભાઈ પટેલ આદિવાસી સમાજીક કાર્યકર હર્ષદ ભાઈ. જીગર ભાઈ મુળી, કેયુરભાઈ, અને મુળી ગામના આગેવાનો અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા અને સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર એમની પડખે રહછે.
Previous article
Next article
Leave Comments
Post a Comment