News
ડુંગરામાં રાત્રિએ ઘરફોડ ચોરી કરતા બે ભિવંડીથી ઝડપાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી રાત્રિએ મોબાઇલ અને સ્માર્ટ વોચની ચોરી કરનારા બે ઇસમોની એસઓજીની ટીમે મહારાષ્ટ્રના ભિવંડીથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 6 મોબાઇલ અને 2 સ્માર્ટ વોચ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.
ડુંગરા સ્થિત પૂજારા ટેલીકોમ નામક દુકાનમાંથી ગત 30મી જાન્યુઆરીની રાત્રિએ તસ્કરોએ દુકાનનું શટર નીચેથી બેન્ડવાળીને દુકાનમાંથી 10 મોબાઇલ અને 6 સ્માર્ટ વોચ મળીને કુલ 38, 562ની મત્તા ચોરી કરી ગયા હતા. વાપી સહિત જિલ્લામાં ધરફોડ ચોરીના વધતા બનાવો અટકાવવા માટે એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ સૂચના આપી હતી.વાપી એસઓજીના પીઆઇ વી.બી. બારડના માર્ગદર્શનમાં ટીમ પ્રવિણ યાદવ, સહદેવ રાઠોડ, કુલદીપસિંહ ઝાલા અને દિગ્વિજય વાધેલાએ તપાસ હાથ ધરી હતી જેમાં એવી કડી મળી હતી કે, તસ્કરો ઇકો કાર નંબર એમએચ 02 સીડી 4853માં આવ્યા હતા. પોલીસે સીસી ટીવી ફૂટેજની તપાસ કરતા આ કાર મહારાષ્ટ્ર તરફ ગઇ હોવાનું જણાતા એસઓજીની ટીમે જરૂરી ફોલોઅપ કરીને મહારાષ્ટ્રના ભિવંડીથી બે આરોપી મોહમદ શાબીર અબ્દુલમજીદ ખાન રહે. ગીલોરી સ્કૂલની નજીક, નવી બસ્તી કલ્યાણ રોડ ભીવંડી અને સુરેશ ઉર્ફે સૂર્યા નારાયણલાલ કુમ્હાર રહે. વૃંદાવન સોસાયટી, ભીવંડીને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી ચોરીના 6 નંગ મોબાઇલ અને બે સ્માર્ટ વોચ કબજે લીધા હતા.બંને આરોપી ને ડુંગરા પોલીસને સોંપાતા વધુ તપાસ હાથ ધરી છે.\nઘરફોડ ચોરીના બંને આરોપીઓ રાત્રિએ મહારાષ્ટ્રથી ગુજરાતમાં ચોરી કરવા આવ્યા હતા અને દુકાનમાં ચોરી કરીને કારમાં પરત મહારાષ્ટ્ર જતા રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment