News
ધરમપુર ના ગુંદીયા ગામે રિવર લિંક પ્રોજેકટ ના વિરોધ સાથે મશાલ રેલી નું કરાયું આયોજન સેંકડો લોકો જોડાયા
ધરમપુર ના પૈખેડ ખાતે રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત બનનાર સૂચિત ડેમ અંગે ની જાહેરાત થતા જ આસપાસ ના 9 જેટલા ગામો ના 4000 લોકોને અસર થનાર હોય આદિવાસી સમાજ એક જૂટ થઈ ને ગામ માં વિરોધ દર્શાવી રહ્યો છે આજે આ ડેમના વિરોધ માં ગુંદીયા હનુમાન મંદિર ઉપર એક રાત્રી સભા યોજી ને મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેમ વિરોધી સુત્રોચાર કરવામાં આવ્યા હતા મશાલ રેલી માં ગુંદિયા સહિત આસપાસ ના ગામોના વૃદ્ધ મહિલાઓ યુવાનો બાળકો સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ આ મશાલ રેલી માં જોડાયા હતા લડેગે જીતેંગે ના નારા લાગ્યા
મહત્વ નું છે કે થોડા દિવસ પૂર્વે ગૂંદીયા ગામે હનુમાન મંદિરે ડેમ ના વિરોધ માટે 9 ગામના અગ્રણીઓ ભેગા મળી ને ડેમના વિરોધ માટે કમિટી બનાવવા ની ચર્ચા બાદ આજે મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસ માં વધુ ઉગ્ર અને જલદ આંદોલન કરવાના મૂડ માં સ્થાનિકો જોવા મળ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment