News
વાપીમાં કારનો કાચ તોડી પોણા 5 લાખ ભરેલી બેગની ચીલઝડપ દમણનો રહેવાસી હ્યુન્ડાઇ શોરૂમમાં કામથી ગયો હતો
વાપીના સલવાવ ખાતે એક કારનો કાચ તોડી અંદરથી પોણા પાંચ લાખ ભરેલી બેગની ચીલઝડપ કરી આરોપી ફરાર થઇ જવાની ઘટનાને લઇ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. બનાવની જગ્યાએ તેમજ આજુબાજુમાં લગાવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દમણ ખાતે રહેતા અને સરીગામમાં વેપાર કરતા આદિલભાઇ મંગળવારે સાંજે પોતાની વર્ના કાર નં.ડીએન-09-ઇ-2790 લઇને વાપી સલવાવ ખાતે આવેલ હ્યુન્ડાઇના શો-રૂમ ઉપર ગયા હતા. પોતાની કાર શો-રૂમ બહાર રસ્તા ઉપર પાર્ક કરી અંદર ગયા બાદ પરત બહાર આવતા ચાલકની બાજુમાં ક્લીનર સાઇડનો કાચ તૂટેલી હાલતમાં દેખાઇ આવ્યો હતો.જેથી અંદર ચકાસણી કરતા સાડા ચારથી પોણા પાંચ ભરેલી બેગની ચોરી થયા હોવાની જાણ તેમને થઇ હતી. બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડુંગરા પોલીસ મથકના પીઆઇ, એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ઘટના સ્થળે તેમજ આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કારનો કાચ તોડી અંદરથી ચોરી કરતી ગેંગની સંડોવણી આ કેસમાં હોવાની શક્યતા વર્તાઇ રહી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment