જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા કુસુમ વિધાલય ખાતે યોજાયો.

તા- ૧૪/૨/૨૦૨૨ ના રોજ કુસુમ વિધાલય વલસાડ ખાતે વલસાડ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ જિલ્લા રમતગમત અધિકારીશ્રી ની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા ૨૦૨૧/૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ સ્પર્ધામાં સમગ્ર વલસાડ જિલ્લા માંથી ૩૦૦ જેટલા બાળકો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સમૂહગીત, લગ્નગીત, સર્જનાત્મક કારીગરી, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, લોકનૃત્ય, દોહા, છંદ તથા ચોપાઈ વગેરે કૃતિઓ રંગમંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુસુમ વિધાલયના આચાર્યશ્રી વિશાલ દેસાઈ, ટ્રસ્ટી અર્ચનાબેન દેસાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન ગવલી, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ પટેલ તથા અન્ય સહાયક કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. કુસુમ વિધાલય ના સમગ્ર સ્ટાફ મિત્રોના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ રહીયો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close