"વિદેશી સંસ્કૃતિના દૂષણ નો આપણા સમાજ માં પગ પેસારો રોકવા માટે માતૃ-પિતૃ પૂજા જરૂરી છે!"

13 ફેબ્રુઆરી. પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, વાપી દમણના નેજા હેઠળ આજે "14મી ફેબ્રુઆરી માતૃ-પિતૃ પૂજન દિવસ" તરીકે ઉજવણી કરવા ના સંદેશ સાથે, આજે નાની દમણના દિલીપ નગર ગ્રાઉન્ડ ખાતે માતૃ-પિતૃ પૂજન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. 
  આ પવિત્ર કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે, શ્રી જયંતિભાઈ પટેલ - પૂર્વ ડીએમસી કાઉન્સેલર, ખારીવાડ, શ્રી વિકાસ ભાઈ પટેલ - પ્રમુખ, જિલ્લા પંચાયત, દમણ, આરએસએસ તરફથી ઉજ્જવલ પટેલ અને જીગર પટેલ,તથા બજરંગ દળ તરફથી મયુર કદમ,તેમજ શ્રીમતી તરુણા બેન પટેલ - દમણના સાંસદના ધર્મપત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય, શ્રી એ. જી. શુક્લા, સભ્ય બ્રાહ્મણ સમાજ, તથા ડીએમસીના તત્કાલીન સભ્ય ગંગાબેન ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.
બાપુજી સમજાવે છે કે, “માત્ર-પિતૃ પૂજા કાર્યક્રમ” એ એવા ભારતીય યુવાનોને સાચી દિશા આપવાનો પ્રયાસ છે જેઓ પોતાની સંસ્કૃતિથી દૂર થઈને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવામાં પોતાની શાન સમજે છે. પોતાના ચારિત્ર્યની રક્ષા કરવી એ દરેક યુવાનોની નૈતિક અને પ્રથમ ફરજ છે, અને એજ એમની ઓળખ બનશે, જે બાળકો તેમના માતા-પિતાનો આદર કરે છે, તે બાળકોને જીવનના દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે.
 માતાના ચરણ એ સાક્ષાત્ માં જગદંબાના ચરણ છે, અને પિતા મહાદેવનું પ્રતિબિંબ છે, શું કોઈનો પ્રેમ તેમના પ્રેમથી ઉપર હોઈ શકે? કદી જ ના હોય શકે! તો માતા-પિતાનું સન્માન કરવા ચાલો માતૃ-પિતૃ પૂજાન દિવસ ઉજવીએ.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close