વાપી સ્થિત આશાધામ સ્કૂલ ખાતે પગારમાં ભેદભાવ કરાતો હોવાની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રજૂઆત વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી.

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી મધર ઓફ હોપ સ્કૂલ આશાધામ સ્કૂલ ખાતે નોન ટીચિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હિન્દૂ પરિવારના સભ્યોને અન્યાય થઈ રહ્યો હોવાની જાણ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના જિલ્લાના અગ્રણીઓને થઈ હતી. આ મામલે તેઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી મિશનરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓમાં હિન્દૂ પરિવારના ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફના કર્મચારીઓને સમાન વેતન અને સમાન હક આપવાની માંગ સાથે વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના આશાધામ સ્કૂલમાં ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફનું શોષણ થઈ રહ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લા ના આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અગ્રણીઓને જાણ થઈ હતી. જેમાં આશાધામ સ્કૂલમાં નોન ટીચિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હિન્દૂ પરિવારના સભ્યો કરતા ઓછું ભણેલા અને નવી ભરતી પામેલા નોન ટીચિંગ સ્ટાફનો પગાર વધારે આપવા માં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને લઈને વલસાડ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓ અને આશાધામ સ્કૂલના નોન ટીચિંગ સ્ટાફના હિન્દુ પરિવારના કર્મચારીઓ સાથે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને જિલ્લાના વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું.
મિશનરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓમાં હિન્દૂ પરિવારના સભ્યોનું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે જિલ્લાની અને રાજ્યની મિશનરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓમાં હિન્દૂ પરિવારના કર્મચારીઓને થતો અન્યાય અટકાવવા અને ન્યાયિક તપાસની માંગ સાથે જિલ્લાના અગ્રણીઓ એ એક આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close