સ્ટેશને ટેક્સીને પાર્કિગ માટે ના પાડતા ચાલકોએ બબાલ કરી બાદ સમાધાન માટે દમણ ટેક્સી એસોસિએસનના સભ્યો સ્ટેશન માસ્તર સમક્ષ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા.

દમણ પરમિટની કેટલીક પેસેન્જર ટેક્સીઓ વર્ષોથી વાપી રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગે યાત્રીને બેસાડવ વા માટે ઊભી રહેતી હોય છે. જોકે, સોમવારે જ સ્ટેશન માસ્તરે ટેક્સી ચાલકોને પાર્કિગ કરવાની ના પાડી દેતા ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
વાપી સ્ટેશને ઉતરીને યાત્રીઓ ટેક્સી ભાડે કરીને દમણ પહોંચતા હોય છે. દમણ આરટીઓમાંથી જેમને ટેક્સી પાર્સિગની પરમિટ મળી છે તેઓ વર્ષોથી સ્ટેશનના પશ્ચિમ ભાગે સ્ટેશનની બહાર પાર્ક કરતા હોય છે. જોકે, સોમવારે અચાનક સ્ટેશન માસ્તરે તમામ ટેક્સી ચાલકોને પાર્કિગ કરવા માટે ના પાડી દેતા ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.બીજી તરફ કેટલાક ટેક્સી ચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રેલવે વિભાગે પાર્કિગનો નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે જેને ફાયદો કરાવવા માટે ટેક્સી ને પાર્ક ન કરવા આદેશ કર્યા હોવાનું જણાવ્યું છે.આ મુદ્દે સમાધાન માટે દમણ ટેક્સી એસોસિ એસનના સભ્યો સ્ટેશન માસ્તર સમક્ષ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સ્ટેશન માસ્તરને રજૂઆત થયા બાદ સ્ટેશન પરિસરમાં માત્ર 8 ટેક્સીને જ પરવાનગી આપી છે જે યાત્રીને પિક અપ અને ડ્રોપ કરીને ત્યાંથી નીકળી જશે. હવેથી પાર્કિગ ક્યા કરવું એ જવાબદારી જેતે ચાલકની રહેશે.વાપી ઝંડચોક, એસટી ડેપો,વાપી ઇસ્ટ ઝોન માં,સેલવાસ જેવા પોઇન્ટ ફાળવેલા છે જેમાં તમામ ટેક્સી ચાલકો ફક્ત ઝંડાચોક અને વાપી સ્ટેશને ઊભા રહીને પેસેન્જર ભરી દમણ તરફ ના ફેરા કરે છે.


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close