ઉમરગામમાં જ્વેલર્સની દુકાનમાં બે શખ્સોએ સોનાની વીંટીની લૂંટ ચલાવી, દુકાનદારે રોકવાનો પ્રયાસ કરતા છરી વડે હુમલો કરાયો પોલીસે તપાસ હાથ ધરી.

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના ભરચક વિસ્તારમાં સોમવારે સાંજે રાહુલ જવેલર્સ નામની દુકાનમાં 2 યુવકો વીંટી ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશે વીંટી હાથમાં પહેરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જવેલર્સની દુકાન સંચાલકે યુવકને પકડી લેતા યુવકે જવેલર્સ સંચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યો હતો.ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસની મદદ મેળવી ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ચેકીંગ વધારવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના રુદ્રાક્ષ હોસ્પિટલ નીચે આવેલા રાહુલ જવેલર્સના માલિક અભય ઇન્દુલકાર દુકાનમાં હાજર હતા. ત્યારે 2 યુવકો સોનાની વીંટી ખરીદવા દુકાનમાં આવ્યા હતા. દુકાનમાંથી યુવકોએ વીંટી ચેક કરવા હાથમાં 3 વીંટી પહેરી લીધી હતી. ત્યારબાદ યુવકો સોનાની વીંટી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સજાગ બનેલા દુકાનદાર અભય ઇન્દુલકારે એક યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકે પકડાઈ જવાની બીકે પોતાની સાથે લાવેલા ચપ્પુ વડે જવેલર્સ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરી ભાગી છૂટ્યો હતો.
બંને યુવકો સોનાની 3 વીંટીની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. દુકારનારે થોડી વારમાં લોહીલુહાણ હાલતમાં દુકાન બહાર આવી બુમાબૂમ કરતા સ્થાનિક લોકો અને આજુબાજુના વેપારીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત જવેલર્સની દુકાન સંચાલકને વાપી હરિયા હોસ્પિટલ ખસેડી દુકાનના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામ પોલીસે જિલ્લામાં નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ મેળવી મહારાષ્ટ્રની બોર્ડર ઉપર નાકાબંધી કરવા અને લૂંટના આરોપીઓને ઝડપી પાડવા મદદ માંગી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close