નહેરુયુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુર આઇ.ટી.આઇ. ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા. ૧૬: વલસાડના નહેરુ યુવા કેન્‍દ્ર અને પ્રગતિ મહિલા મંડળ બીલપુડીના ઉપક્રમે આઇ.ટી.આઇ. ધરમપુર ખાતે ડીજીટલ ઇન્‍ડિયા, આરોગ્‍ય, લીડરશીપ, પાણી બચાવો વિષય ઉપર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 
આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્‍દ્રના સંયોજક સત્‍ય જીતે કેન્‍દ્ર સંચાલિત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી આપી હતી. સ્‍ટેટ હોસ્‍પિટલ ધરમપુરના ફીજીયોથેરાપીસ્‍ટ ડો.તેજલ વસાવાએ ફ્રેકચર થાય ત્‍યારે શું કાળજી રાખવી તે અંગે જ્‍યારે વોટરશેડના અમિતભાઇએ ખેતીવાડીમાં પિયત કરતી વખતે પાણીનો બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી આપી હતી અને વરસાદના પાણી સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા, કુવા, ચેકડેમ બનાવવા જોઇએ તેમ જણાવ્‍યું હતું. બેંક ઓફ બરોડાના મનિષભાઇ મલિકે ડીજીટલ ઇન્‍ડિયા અંતર્ગત મળતી સુવિધા અને તેમજ તેના થકી થતી છેતરપિંડીની કેવી રીતે બચી શકાય તે બાબતે સમજણ આપી હતી. બીલપુડી અગ્રણી પરેશભાઇ રાવલે લીડરશીપ વિષયક સવિસ્‍તર જાણકારી આપી હતી. 
આ કાર્યક્રમમાં ધરમપુર આઇ.ટી.આઇ.ના પ્રકાશભાઇ ટંડેલ, સુરેશભાઇ ટંડેલ, સુજલ પટેલ, નેહાબેન, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન વગેરે ઉપસ્‍થિત રહયા હતા. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close