News
ઉમરગામ પો.સ્ટે.ના રાહુલ જ્વેલર્સમાં થયેલ ધાડ લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા એલ.સી.બી. એસ.ઓ.જી.
ગઇ તા .૧૪ / ૦૨ / ૨૦૨૨ ના રોજ સાંજના પોણા પાંચ વાગ્યાના અરસામાં ઉમરગામ ટાઉન બજારમાં આવેલ રાહુલ જવેલર્સ નામની દુકાનમાં બે અજાણ્યા ઇસમો ગ્રાહક બની આવી દુકાનદાર સાથે ઘરેણા ખરીદી કરવાના બહાને સોનાની ત્રણ વીટી આરોપીએ હાથમાં પહેરી દુકાનદારને તેઓ ઉપર શક જતા અટકાવવા જતા આરોપીઓએ દુકાનદારને માર મારી ચપ્પુ વડે છાતીના ભાગે તથા પેટના ભાગે ઇજા પહોંચાડી સોનાની વીંટીની લુંટ કરી નાસી ગયેલ હોય જે અંગે ઉમરગામ પો.સ્ટે . ઇ.પી.કો. કલમ ૩૦૭,૩૯૪ મુજબનો ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલ હતો.
ઉપરોક્ત ગુન્હો ગંભીર હોય તાત્કાલીક અસરથી શોધી કાઢવા સારૂ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , ડૉ.રાજદીપસિંહ ઝાલા સાનાઓની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી , શ્રીપાલ શેશમા સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. એસ.ઓ.જી.ના પોલીસ અધિકારી માણસો ગુન્હો શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલીજન્સ , ટેકનીકલ સર્વેલન્સ આધારે પ્રયત્નશીલ હતા દરમ્યાન એલ.સી.બી.વલસાડના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે એન ગોરવામી સાને મળેલ બાતમી આધારે આરોપીઓ ( ૧ ) અતુલ ઉર્ફે આર્યન કુંદનસિંગ સામંત પાલઘર મહારાષ્ટ્ર મુળ રહે.ગામ.ખટીમા પ્રેમસિંગનગર તા.સીતાગંજ જી.ઉધ્ધમસિંગનગર ઉત્તરાખંડ તથા ( ૨ ) રાહુલ ઉર્ફે વાયરસ અશોક સહાની પાલઘર મુળ રહે.ગામ જગોલીયા , મધુબન , થાના . ચકીયા , જી.છપરા , બિહાર નાને પકડી પાડી તેઓના કબજામાંથી સોનાની વીંટી નંગ -૩ કિ.રૂ ૧૫,૦૦૦ – તથા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / - તથા મોપેડ -૧ કિ.રૂ .૫૦,૦૦૦ - મળી કુલે કિ.રૂ ! ૭૦,૦૦૦ / -નો મુદામાલ સી.આર. પી.સી ૧૦૨ મુજબ તપાસઅર્થે કબજે કરેલ છે . અને બન્ને ઇસમોને સીઆર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) ડી મુજબ તા .૧૫ / ૨ / ૨૦૨૨ ના તાબામાં લીધેલ અને વધુ તપાસઅર્થે ઉમરગામ પો.સ્ટે.માં આરોપી , મુદામાલનો કબજો સુપ્રત કરેલ છે . ઉપરોક્ત કબજે કરેલ મુદામાલ બાબતે બંને ઇસમોને વધુ વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે , ગઇ કાલે બન્ને જણા કબજે કરેલ ઉપરોક્ત મોપેડ સાથે ઉમરગામ બજાર વિસ્તારમાં આવેલ રાહુલ જવેલર્સની દુકાનમાં ગ્રાહક બની ત્રણ સોનાની વીંટી હાથમાં પહેરીને નાસવા જતા દુકાનદારે બેમાંથી એક ઇસમને પકડી પાડતા દુકાનદારને ચપ્પુ વડે પેટ તથા છાતીના ભાગે ઇજા પહોંચાડી માર મારી લુંટ કરી મોપેડ પર બેસી નાસી ગયેલાની કબુલાત આપેલ છે , જે અંગે ઉમરગામ પો.સ્ટે . ઇ.પી.કો. કલમ ૩૦૭,૩૯૪,૩૯૩,૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ . ઉપરોકત કામગીરી એલ.સી.બી.વલસાડના પો.ઇન્સશ્રી જે.એન. ગોસ્વામી તથા એસ.ઓ.જી.વલસાડના પોઇન્સશ્રી વી.બી.બારડ તથા પો.સ.ઇ શ્રી સી.એચ.પનારા તથા એ.એસ.આઇ અલ્લારખુ અમીરભાઇ વાની તથા એ.એસ.આઇ રાકેશ રમણભાઇ તથા એ.એસ.આઇ વિક્રમ મનુભાઇ તથા આ.હે.કો. અજય અમલાભાઇ તથા અ.હે.કો , મહેન્દ્ર ગુરજીભાઇ તથા પો.કો વાલજી મેરામભાઇ તથા લો , અ.પો.કો પરેશ રઘજીભાઇ તથા પો.કો કિરીટસિહ ધરમસિંહ તથા લોકરક્ષક પો.કો. રાજુ જીણાભાઇ તથા એસ.ઓ.જી.વલસાડના પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા પો.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો દિગ્વિજયસિંહ વિક્રમસિંહ નાઓએ ટીમવર્કથી કરેલ છે . આમ , ઉમરગામ પો.સ્ટે.વિસ્તારમાં રાહુલ જવેલર્સમાં થયેલ ધાડ , લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવા માં વલસાડ જીલ્લા એલ.સી.બી. એસ.ઓ.જી.ને મહત્વની સફળતા મળેલ છે .
Previous article
Next article
Leave Comments
Post a Comment