News
કામરવાડથી દિગીશાબેન ગુમ થયા છે
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૧૬: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કામરવાડ, કાંઠા ફળિયામાં રહેતી દિગીશાબેન નરેશભાઇ કામળી તા.૧/૨/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે ઘરેથી કોઇને કંઇપણ કહયા વગર જતી રહી છે, જે આજદિન સુધી ઘરે પરત આવી નથી.
ગુમ થનારીની ઉંમર ૨૦ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ ૪.૫ ફૂટ, મજબૂત બાંધો, વાળ અને આંખનો કલર કાળો, શરીરે કાળા રંગની કુર્તિ, જીન્સપેન્ટ, કાળા કલરના મોજાં અને પગમાં કાળા રંગના મીકી માઉસના સ્ટીકરવાળી સ્લીપર, હાથમાં સ્માર્ટ વોચ, ગળામાં સોનાની ચેન તેમજ કાનમાં સોનાની બુટ્ટી પહેરી છે. તેણી ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઇને ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment