ધરમપુર તાલુકાના વિસ્થાપિત થતા ગામોના લોકો દ્વારા ચાસમાંડવા ગામે ડેમ નો વિરોધ કરવામાં આવ્યો

આવનાર તા.28/02/2022 ના દિને સાવરે 10:00 કલાકે ધરમપુર તાલુકા બિરસામુંડા સર્કલ પાસેથી આપના વાજીંત્રો સાથે રેલી કાઢી તાલુકા મેજિસ્ટ્રેટ ને આવેદન પત્ર આપવાનું નકી કરેલ છે, અને જ્યાં વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહેછે.તો તમામ આદિવાસી સમાજ ના હક ની લડાઈ લડતા યોદ્ધાઓને પોતાની ફરજ સમજી આવવા વિંનતી,કરવામાં આવી હતી.
*નદીકે સાથ ક્યાં નાતા હે નદી હમારી માતા હે*
 *ડેમ વાળાલા કરું કાઈ ખાલ ડોકી વર પાઈ*
*આદિવાસી નારી કૈસી હે ફુલ નહિ ચિનગારી હે*
*આમચ્યાં ડેમ નાઇસે કરા નહિતર તુમચ્યા ખુરસીયા ખાલી કરા*
*સાઇકલ લા ચેન નાઈ સરકાર લા ઘેન નાઈ*
જેવા વિવિધ સૂત્રો સાથે વિસ્થાપિત થતા તમામ ગામો ના લોકો એ ડેમ બનવવાના આ પ્રોજેક્ટ નો વિરોધ કરવામાં આવ્યો.અને જીવના ભોગે પણ જમીન ખાલી ન કરવા બાબતે તમામ લોકો ને એક સુરે અવાજ ઉઠાવ્યો.
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર એમની પડખે છે.જ્યાં વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, માજી જિલ્લા પંચાયત સદસ્ય ઝીણાભાઈ ભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય કેશવભાઈ,તાલુકા પંચાયત ના સદસ્યોં, સરપંચશ્રીઓ, મારી ગ્રામ પંચાયત ના સભ્યશ્રી મહેન્દ્રભાઈ, આગેવાન નરેશભાઈ, રાકેશભાઈ ઘેજ, મુળી ગામના મિત્રો, ખાનપુર ના મિત્રો,જીતેશ પટેલ, અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ અને ગામના વડીલો યુવાનો, બાળકો માતાઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા.


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close