ડહેલીમાં જેટકો કંપનીના પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ

ઉમરગામ તાલુકાનાં ડહેલી પંચાયત કચેરી ખાતે બુધવારનાં રોજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે જેટકો કંપની દ્વારા વીજ લાઈનનો પ્રોજેક્ટ શરૂ કરતા ખેડૂતોનો વિરોધનો સમાનો કરવા પડતાં લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉમરગામ તાલુકામાં જેટકો નો પ્રોજેક્ટ લાંબા સમય ખેડૂતોનાં વિરોધ વચ્ચે ચાલુ રહ્યો છે. જેટકો કંપની દ્વારા વીજ લાઈન માટે નવા ટાવર ઊભો કરતા ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો છે. જેટકો દ્વારા બંધ પડેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ડહેલી પંચાયત કચેરી ખાતે 23મી ફેબ્રુઆરી નાં રોજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડાનાં સરપંચ પ્રભુ ભાઈ ઠાકરિયાએ જેટકો કંપનીનાં અધિકારીઓ મનસ્વી વલણ અપનાવતા હોવાનું તથા પોલીસનો ડર બતાવતા હોવાના ગંભીર આક્ષેપ મૂક્યા હતા. જ્યારે કેટલાક ખેડૂતોએ જેટકો કંપનીની લાઈન જવાની હોવાની જાણ બાજુનાં ખેડૂત તરફથી થઈ હોવાનું જણાવ્યું હતું.ખેડૂતોને નુકસાન ન થાય તે માટે ખેડૂતો એ જેટકો કંપનીને વૈકલ્પિક માર્ગ તરીકે અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટનો વિકલ્પ આપ્યો હતો. સરોંડાના ખેડૂત શશીકાંતભાઈ પટેલે વિકાસનો વિરોધી નથી,પરંતુ જો વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવે તો ખેડૂતોને થનારૂ નુકશાન ટાળી શકાય એમ જણાવ્યું હતું.ખેડૂતોને અન્યાય થાય તો છેવટ સુધી લડી લેવાની તૈયારી બતાવી હતી.ઉમરગામના ડહેલીમાં જેટકો કંપનીની લોક સુનાવણીમાં અનેક ખેડૂતોએ રજૂઆત કરી હતી. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્રતા સાથે રજૂઆત કરવામાં આવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close