સેલવાસના પીપરીયા સર્કલ પાસે ગતરાત્રિએ પોલીસકર્મીઓ દ્વારા વાહનચાલકને માર માર્યાનો વીડિયો વાઈરલ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના પીપરીયા સર્કલ પાસે ગઈકાલે મંગળવારે રાતે પોલીસ જવાનો જાહેરમાં એક વ્યક્તિને માર મારી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠ્યા છે. વીડિયો વાઈરલ થયા બાદ સેલવાસ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરાતા તેની જ PCR વાન હોવાનું સ્પષ્ટ થયું છે. PSI દ્વારા પોલીસકર્મીઓની નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. સાથે ભોગ બનનારની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના પીપરીયા સર્કલ પેરામાઉન્ટ હોટલ પાસે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનો દ્વારા એક વાહન ચાલકને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. સેલવાસ પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના બની હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
સેલવાસ પોલીસના PSIએ આ સમગ્ર મામલે કહ્યું હતું કે, જે વીડિયો વાઈરલ થયો છે તેમાં જે PCR વાન દેખાઈ રહી છે તે સેલવાસ પોલીસની જ છે. જો કે, કયા કારણોસર આ ઘટના બની તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. PCR વાનમાં ફરજ બજાવતા કર્મચારીઓના નિવેદન અને ખાનગી CCTV ફૂટેજ તેમજ ભોગ બનનાર વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જવાબ દારો સામે કાર્યવાહી કરવામાં આવશે.સેલવાસ પોલીસના PSIએ આ સમગ્ર મામલે કહ્યું હતું કે, જે વીડિયો વાઈરલ થયો છે તેમાં જે PCR વાન દેખાઈ રહી છે તે સેલવાસ પોલીસની જ છે. જો કે, કયા કારણોસર આ ઘટના બની તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. PCR વાનમાં ફરજ બજાવતા કર્મચારીઓના નિવેદન અને ખાનગી CCTV ફૂટેજ તેમજ ભોગ બનનાર વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.સેલવાસના પીપરીયા સર્કલ પેરામાઉન્ટ હોટલ પાસે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનો દ્વારા એક વાહન ચાલકને એટલી હદે નિર્દયતાથી લાકડાંના સપાટાથી માર માર્યો કે એ વાહનચાલક અધમૂો થઇ જમીન પર ફસડાઇ પડ્યો હતો. સેલવાસ પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close