News
વલસાડ જિલ્લાના ૩૦ ગામોને ‘દીકરી ગામ' તરીકે સન્માનિત કરાશે
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૧૬: દીકરી જન્મદરમાં વધારો થાય તે હેતુસર રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના કાર્યરત છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં સૌથી વધુ દીકરી જન્મદર ધરાવતા ૩૦ ગામોની પસંદગી કરવામાં આવી છે. આ ૩૦ ગામોને ‘દિકરી ગામ' તરીકે સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા.૨૧/૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કલેક્ટર કચેરી, વલસાડ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તેમજ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સંબંધિત ગામોના સરપંચોને ઉપસ્થિત રહેવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.
દીકરી ગામ તરીકે સન્માનિત કરવામાં આવનારા ગામોમાં વલસાડ તાલુકાના કોસંબા, કેવાડા, વાઘલધરા, ધરાસણા અને કાકડમટી, પારડી તાલુકાના ટુકવાડા, ઊમરસાડી (દેસાઇવાડ), ડુમલાવ, કીકરલા અને રેંટલાવ, વાપી તાલુકાના દેગામ, લવાછા, બલીઠા, છીરી અને ચણોદ, ઉમરગામ તાલુકાના ખતલવાડા, કાલય, ધોડીપાડા, નંદીગામ અને ધનોલી, ધરમપુર તાલુકાના પેણધા, મોટી કોરવડ, જાગીરી, ઉગતા અને બોપી તેમજ કપરાડા તાલુકાના વાડીજંગલ, મેણધા, ખડકવાડ, ધોધડકુવા અને ટુકવાડા ગામોનો સમાવેશ થાય છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment