News
દમણથી નિકળેલી દારૂ ભરેલી કારને ઉમરસાડી હાઇવે ઉપર અકસ્માત
સંઘપ્રદેશ દમણથી દારૂ ભરી નીકળેલી વર્ના કારને ઉમરસાડી કોસ્ટલ હાઇવે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. કાર બ્રિજના ડીવાઈડર સાથે અથડાતા ભુક્કો વળી ગયો હતો. આ કારમાંથી પોલીસને રૂપિયા 7250 નો દારૂ હાથ લાગ્યો હતો. તો ખેપિયાઓ રાબેતા મુજબ કાર છોડી ભાગી ગયા હતા.જોકે કેટલોક દારૂ અકસ્માત બાદ ચોરાયુ હોવાની પણ હાલ ચર્ચા છે.
ઉમરસાડી માંગેલવાડ થી પસાર થતો કોસ્ટલ હાઇવેના બ્રિજ પર બેફામ જતી વગર નંબરની વર્ના કારના ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના એન્જિનનો ભાગ કચ્ચરઘાણ થઇ ગયો હતો, એક વવ્હીલ પણ છૂટું પડી ગયું હતું.બનાવની જાણ થતાં પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જોકે ત્યા સુધીમાં ખેપિયા નાશી ગયા હતા. નંબરની વિનાની કારમાં તપાસ કરતા રૂ. 7250 નો દારૂ મળી આવ્યો હતો.
જોકે ઘટના સ્થળે ચાલી રહેલી ચર્ચા મુજબ આ કારમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો હતો. અકસ્માત બાદ ખેપિયો નાશી જતા લોકો કેટલાકો દારૂ ચોરી ગયા હતા. કારમાંથી મળી આવેલી આરસી બુક આધારે કારનો નંબર GJ-21-AA-7029 હોવાનું અને તેનો માલિક સાવંત કુમાર હિરુભાઈ હળપતિ રહેવાસી પારડી કોલેજ રોડ અંબાલાલની વાડી બહાર આવ્યું છે.હાલ પારડી પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment