News
વર્ષ 2003માં પુલ દુર્ઘટનામાં 28 બાળકો સહિત 30ના મોત થયા હતા દમણ પુલ દુર્ઘટના મામલે 3 આરોપીઓને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી
વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં વર્ષ 2003માં પુલ દુર્ઘટના બની હતી. ત્યારે આ મામલે 19 વર્ષ બાદ દમણ કોર્ટે 3 સરકારી બાબુઓને દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. વર્ષ 2003માં દમણમાં પુલ તૂટી પડવાના લીધે 28 વિદ્યાર્થી સહિત કુલ 30 લોકોના મોત થયા હતા. આ કેસમાં આજે 19 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. આ કેસમાં દમણની કોર્ટે પુલના નિર્માણમાં સંકળાયેલા જવાબદાર સરકારી અધિકારીઓ સહિત 3 આરોપીઓને દોષિત જાહેર કરી 2 વર્ષની સજાનો હૂકમ સંભળાવ્યો છે.
સંઘ પ્રદેશ દમણમાં વર્ષ 2003 માં બનેલા ગોઝારી પૂલ દુર્ઘટનામાં દમણ કોર્ટે આજે 3 આરોપીઓને સજા સંભળાવી છે. કોર્ટે 7 પૈકી 3 દોષિતોને 2 વર્ષની સજાનો હૂકમ કર્યો છે. આ સાથે જ દોષિતોને રૂપિયા 16,500 નો દંડ ફટકારવાનો હૂકમ કર્યો છે. બ્રિજના બાંધકામમાં સંકળાયેલા તે સમયના એક્ઝિક્યુટિવ ઇજનેર ભરત ગુપ્તા, ધીરુ પ્રભાકર અને આઇ.એલ. તડેકરને જજે સજા સંભળાવી છે. જે 7 અધિકારીઓ પર આરોપ હતા પૈકી 1નું મોત થઈ ચૂક્યું છે, જ્યારે 2ને હાઈકોર્ટે ડીસ્ચાર્જ કર્યા હતા. જ્યારે 4 પૈકી બી.સી. મોદી સામે આરોપ પુરવાર ન થતાં કોર્ટે તેમને નિર્દોષ મુક્ત કર્યા હતા. આ પૂલ દુર્ઘટનામાં ફાતિમા સ્કૂલના 28 છોકરાઓ, 1 શિક્ષક અને એક રાહદારીનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. મૃતકોને 19 વર્ષે ન્યાય મળ્યો છે.
વર્ષ 2003માં 28 ઓગસ્ટના રોજ બપોરે નાની અને મોટી દમણને જોડતો નદીનો બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બની ત્યારે પુલ પરથી અવર લેડી ઓફ ફાતિમા કોન્વેન્ટની સ્કૂલ બસ પસાર થઈ રહી હતી. જે પુલ તૂટી જવાના કારણે નદીમાં ગરક થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં સ્કૂલના 28 વિદ્યાર્થી સહિત કુલ 30 લોકોના મોત થયા હતા.આ નિર્દોષોના મોતના કેસમાં દોષિતોને સજા મળે એ માટે વિક્ટિમ કમિટી બની હતી. આ કમિટીએ લોકલ કોર્ટની સાથે હાઈકોર્ટમાં લડત ચલાવી હતી. દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી. આરોપીને સજા અને મૃતકોના પરિવારને વળતર તથા સરકારી નોકરી મળે તેવી રીટ ઈશ્વર નાયકે હાઈકોર્ટમાં કરી હતી. ઈશ્વર નાયકનું કેસ દરમિયાન નિધન થતા વિક્ટિમ કમિટીના પ્રમુખ દિપેશ ટંડેલે 2016માં લડત ઉપાડી હતી અને તેમણે 2016માં મુંબઈ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં દમણની કોર્ટને એક વર્ષમાં સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. તે ઉપરાંત આરોપીઓ સામે ખાતાકીય કાર્યવાહીના આદેશ કર્યા હતા.
વર્ષ 2003માં દમણ પૂલ દુર્ઘટનાની કંપારી ઉપજાવતી ઘટનામાં દરિયામાં ડૂબી ગયેલા 28 બાળકો પૈકી ત્રણ બાળકોની લાશ બે દિવસ બાદ મળી હતી. લાશ શોધવા સ્થાનિક માછીમારોએ મરજીવાની માફક ભારે જહેમત ઉઠાવી હતી. જે દિવસે ઘટના બની તે દિવસે દમણની મરવડ હોસ્પિટલ પર બાળકોના મૃતદેહની લાઇન લાગી હતી. આખી રાત બાળકોના મૃતદેહનો પોસ્ટ માર્ટમ કરવામાં આવી હતી. આ દૃશ્ય જોઇને સૌ કોઇના કાળજા કંપાવી ગયું હતું. જેથી 28 ઓગષ્ટના દિવસને આજે પણ દમણ-દીવના લોકો કાળો દિવસ તરીકે માને છે. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટે વર્ષોથી લડત ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ આ પરિવારોને પ્રશાસન તરફથી કોઇ પણ જાતનો લાભ પણ મળ્યો નથી.આ નિર્દોષોના મોતના કેસમાં દોષિતોને સજા મળે એ માટે વિક્ટિમ કમિટી બની હતી. આ કમિટીએ લોકલ કોર્ટની સાથે હાઈકોર્ટમાં લડત ચલાવી હતી. દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી. આરોપીને સજા અને મૃતકોના પરિવારને વળતર તથા સરકારી નોકરી મળે તેવી રીટ ઈશ્વર નાયકે હાઈકોર્ટમાં કરી હતી. ઈશ્વર નાયકનું કેસ દરમિયાન નિધન થતા વિક્ટિમ કમિટીના પ્રમુખ દિપેશ ટંડેલે 2016માં લડત ઉપાડી હતી અને તેમણે 2016માં મુંબઈ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં દમણની કોર્ટને એક વર્ષમાં સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. તે ઉપરાંત આરોપીઓ સામે ખાતાકીય કાર્યવાહીના આદેશ કર્યા હતા. મોડે મોડે મૃતકોના પરિવારજનોએ ન્યાય માટે ચલાવેલી લડતનો હાલ અંત આવ્યો છે.દમણ પૂલ દુર્ઘટના કેસની સુનાવણી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી. દમણ-દિવ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલે મૃતક પરિવાર તરફથી એડવોકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.કોર્ટે તમામ પુરાવાના આધારે આ કેસમાં દોષીને સજા ફટકારી હતી. આ ઉપરાંત રોકડ રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment