વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા. ૨૪: વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જિલ્લા રોજગાર કચેરી તેમજ મોડેલ કેરીયર સેન્‍ટરના સહયોગથી અનુબંધમ પોર્ટલ અંતર્ગત માહિતી અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. 
આ સેમિનારમાં રોજગાર કચેરીના દિપેશભાઇ ભોયાએ રોજગાર કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. રોજગાર વિભાગ દ્વારા વર્તમાન સમયમાં ચાલુ કરેલા અનુબંધમ પોર્ટલ ઉમેદવારો કેવી રીતે પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી શકે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને આ નોંધણી માટે કયા-કયા ડોકયુમેન્‍ટની જરૂર રહેશે તે અંગે પણ સમજણ આપી હતી. રોજગાર કચેરીના કેતનભાઇ ચાંપાનેરીએ ઉમેદવારોને કારકિર્દી ઘડતરમાં અનુ બંધમ પોર્ટલ કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેની સચોટ જાણકારી આપી હતી.સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ યુવાનોને કૌશલ્‍યવાન બનાવી રોજગારી મેળવવા અને પગભર થવા માટે મદદરૂપ થાય છે તે બદલ ઉપસ્‍થિત અધિકારીઓએ તેમની કામગીરીની બિરદાવી હતી. આ સેમિનારને સફળ બનાવવા સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટના પારૂલ ગજ્જર, ફરહા શેખ, અને કેફિસાબેન મુલાતાનીનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close