કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા. ૨૪: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કુંતા, કુંતેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. 
આ સેમિનારમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ સેશ્‍માએ પોલીસ વિભાગ દ્વારા અપાતી સેવાઓ તેમજ પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેમજ મહિલાઓને કોઇપણ વિકટ પરિસ્‍થિતિ માં પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડી રહી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે ઉપસ્‍થિત મહિલાઓ સાથે તેમને પડતી મુશ્‍કેલીઓ અંગે પ્રશ્‍નોત્તરી કરી તેનું જરૂરી નિરાકણ કર્યું હતું.
 ફિલ્‍ડ ઓફિસર ડો. પરિક્ષિત વાઘેલાએ બાળ અને મહિલા વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તેમજ કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સવિસ્‍તર જાણકારી આપી હતી. એવોકેટ શોભના દાસે મહિલાલક્ષી કાયદાઓ અંગે, પોલીસ ઇન્‍સ્‍પેકટર વી. જી. ભરવાડે સાઇબર ક્રાઇમ અંગે જ્‍યારે પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વાપીના કરિશ્‍માબેન ઢીમ્‍મરે અને સખી વન સ્‍ટોપ સેન્‍ટર વલસાડના સંચાલક ગીરીબાળા આચાર્યએ તેમના સેન્‍ટર દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી કામગીરી અંગે વિસ્‍તૃત જાણકારી આપી મુશ્‍કેલીના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કયો હતો. ૧૮૧ મહિલા અભય હેલ્‍પલાઇનના કંચનબેન ટંડેલે તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીની જાણકારી આપવા ઉપરાંત હેલ્‍પલાઇનની એપ ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે સમજણ આપી હતી. 
 આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના કર્મીઓ, વાપી અને દમણમાં કામ કરતી મહિલાઓ, સુપરવાઇઝરો, અન્‍ય કર્મચારીઓ તેમજ મહિલા વિંગની વિવિધ યોજનાના કર્મીઓ ઉપસ્‍થિત રહયા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close