News
સંસ્કાર કેન્દ્ર, તીથલ રોડ, કોલેજ કેમ્પસમાં જિલ્લા કક્ષા કલામહાકુંભ યોજાયો.
સંસ્કાર કેન્દ્ર, તીથલ રોડ કોલેજ કેમ્પસ શ્રી શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં તા- ૯/૧૦/૨૦૨૨ ના રોજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ ગાંધીનગર હસ્તક ની જિલ્લા રમતગમત અધિકારીશ્રી ની કચેરી વલસાડ સંચાલિત તથા શાહ એન. એચ. કોલેજના સહયોગથી વલસાડ જિલ્લા કક્ષા કલામહાકુંભ - ૨૦૨૧/૨૨ યોજાયો હતો
જેમાં ગરબા, રાસ, લોકનૃત્ય, ચિત્રકલા, ભારત નાટ્યમ, એકપાત્રિય અભિનય, સમૂહગીત વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશભાઈ એમ. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન આર. ગવલી, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ પી. નાડોદ, જે. પી. શ્રોફ આર્ટસ કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રીમતિ હંસાબેન પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ કન્વીનરશ્રી શાહ એન. એચ. કોલેજ, શ્રીમતી ચંદ્રીકાબેન આર. સીરવાણી તથા નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ યોજાયો સ્પર્ધા ની પ્રથમ કૃતિ થકી વિભિન્ન શાળાઓએ ભાગ લીધો હતો. એક થી એક ચઢીયાતી કૃતિઓ પ્રસ્તુત થઇ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરકારશ્રીના કોવિડ - ૧૯ ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કોલેજના વિવિધ હોલ તેમજ, વર્ગખંડોનો ઉપયોગ કરીયો હતો. શાહ એન. એચ. કોલેજના આચાર્ય શ્રી ગિરીશભાઈ રાણાના હાથ નીચે સમગ્ર સ્ટાફે ભારે મહેનત કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment