દમણ અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં તંબાકુ બનાવટની વસ્તુ વેચનાર સામે તંત્રની લાલ આંખ

દાદરા નગર હવેલી દમણ દિવ પોલીસ દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તંબાકુ બનાવટની વસ્તુઓ વેચનાર સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આદેશ અનુસાર સેલવાસ પોલીસ દ્વારા ડોકમરડી,બાવીસા ફળિયા,કિલવણી નાકા ઝંડાચોક અને આમલી વિસ્તારમાં ચાલી રહેલા પાનના ગલ્લાઓ અને ટપરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં તંબાકુ ના બનાવટની વસ્તુઓ જેવીકે ગુટકા, સિગરેટ સહિતની વિવિધ વસ્તુઓ ઝડપી પાડી જપ્ત કરવામાં આવી હતી જપ્ત કરેલો આ મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં દમણ ખાતે આવેલ વિવિધ વિસ્તારોના પાનના ગલ્લા અને બાર અને રેસ્ટોરન્ટ ની બાજુમાં રાખેલ પાનના ગલ્લાઓ માં ગુપ્તા વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દાનહમાં તમાકું -ગુટકા ઉપર પ્રતિબંધ હોવાથી પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ શરૂ કરાવામાં આવી રહ્યું છે. કારણ કે ,દાનહ સેલવાસના કેટલાક વિસ્તારમાં શાળા- કોલેજ નજીક પણ ગેરકાયદે રીતે તમાકું ગુટકાનું વેચાણ થઇ રહ્યું છે.ભૂતકાળમાં શાલા કોલેજનાં કેટલાક વિદ્યાર્થીઓ ચોરી છૂપે સિગારેટ અને ગાંજો પીતા ઝડપાયા હતા જે બાદ પોલીસ દ્વારા આવા નશીલા પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે શિકંજો કશ્યો હતો.
સમય જતા આ દૂષણ ફરી શરૂ થયાનું કહેવાય છે અને કોરોના કાળની ત્રીજી લહેર બાદ હવે જ્યારે ફરી શાળા- કોલેજો શરૂ થઇ છે ત્યારે વિદ્યાર્થીઓને આ દૂષણ થી વચાવવા પોલીસ તંત્રએ પ્રયાસો શરૂ કર્યા છે જે સરાહનીય છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close