News
આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપીમાં 'બ્લડ ડોનેશન કેમ્પ' અને 'વાણિજ્ય મહાવિદ્યાલય ભવન 'નો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.
આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપીમાં તારીખ 3/2/2022ના ગુરુવારે 'બ્લડ ડોનેશન કેમ્પ' અને 'વાણિજ્ય મહાવિદ્યાલય ભવન'નો ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રતિવર્ષની માફક સંસ્થાના આદ્યસ્થાપક સ્વ.શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ અને સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈના જન્મદિન નિમિત્તે સમાજને ઉપયોગી થવાના હેતુસર આ શુભ વિચારધારા લોકો સુધી પહોંચે એ માટે 'બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવેલ હતું. 'રક્તદાનથી એક નવજીવન' અને 'રક્તદાન એ મહાદાન'આ વિચારધારાને પ્રત્યક્ષ રીતે કાર્યાન્વિત કરી અમારી સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં તેમજ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ સાથે જ આ વર્ષે સંસ્થામાં 'વાણિજ્ય મહાવિદ્યાલય ભવન' નું બાંધકામ થવા જઈ રહ્યું છે તે અર્થે નવા ભવનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. પ્રસ્તૃત ભૂમિપૂજન આદરણીયશ્રી કનુભાઈ દેસાઇ ( નાણા, ઉર્જા, પેટ્રોકેમિક્લ્સ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી-ગુજરાત સરકાર) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાપી શહેરના અગ્રણી સમાજસેવકો, ઉદ્યોગ સાહસિકો તેમજ આમંત્રિત મહેમાનો જેમકે DSP સાહેબશ્રી રાજદીપસિંહ ઝાલા, IPS ઓફિસરશ્રી શ્રીપાલ સાહેબ, શ્રી અશવ ગઢવી (ડેપ્યુટી સેકરેટરી- ગર્વમેન્ટ ઑફ ગુજરાત), શ્રી એ.કે.શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં પધારેલ આ તમામ ઉચ્ચ પદાધિકારીશ્રીઓ અને મહેમાનશ્રીઓનું સ્વાગત સાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને વાપી સ્થિત નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જ નવા ભવનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં પણ સૌ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૪૦ બોટલોનું રક્તદાન પ્રાપ્ત થયું હતું .આ તમામ રક્તદાતાઓનું સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ અભિવાદન કર્યું હતું .આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વિવિધ ફેકલ્ટીસના આચાર્યશ્રીઓ ,અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સહભાગિતા સાંપડી હતી તે બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ અને શ્રી કમલ દેસાઈ એ સૌને અભિનંદન પાઠવ્યા હતા .
Previous article
Next article
Leave Comments
Post a Comment