કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈજી ના જન્મદિન નિમિત્તે વાપી નોટિફાઇડ અને વાપી શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું કરાયું આયોજન કુલ ૧૬૨ યુનિટ રક્તબેગ એકત્ર કરાઈ

ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા અખબારી યાદી માં જણાવે છે કે આજરોજ ગુજરાત રાજ્ય સરકાર ના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ના માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને પારડીના લોક લાડીલા ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈજી ના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને વાપી નોટિફાઇડ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ તબક્કે માનનીય મંત્રી શ્રી દ્વારા રક્તદાન શિબિરની મુલાકાત કરી યુવા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાન શિબિરમાં કુલ ૧૬૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ તબક્કે માનનીય મંત્રીશ્રી ના લોકસંપર્ક કાર્યાલય ખાતે કાર્યર્તાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close