News
સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ
માહિતી બ્યુરો વલસાડ તા.૦૩: વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, વલસાડ, તથા જિલ્લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્લા/ તાલુકા સેવાસદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૧૨/૦૨/૨૦૨૨ સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતઓ/ વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment