તા.૨૪મી ફેબ્રુઆરીએ મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, અરજદારોએ તેમની અરજીઓ તા.૧૦મી ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવી

માહિતી બ્‍યુરો : વલસાડઃ તા.૦૩:રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો અને રજૂઆત અંગેની વિગતવાર અરજીઓ તા. ૧૦મી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને મોકલી આપવાની રહેશે. 
.  ( આ તસ્વીર ના સૌજન્ય સોશયલ મીડિયા)
આ અરજીઓ પૈકી નિકાલ કરવાપાત્ર અરજીઓનો જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમાં તા.૨૪મી ફેબ્રુઆરી, ૨૦૨૨ને ગુરુવારે સવારે ૧૧-૦૦ કલાકે કલેક્‍ટર કચેરી, વલસાડના સભાખંડ ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સંબંધિત અરજદારને અગાઉથી જાણ કરવામાં આવશે. તેઓએ તાલુકા કે જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. આ  કાર્યક્રમમાં કોર્ટ કેસ, સબ જ્‍યુડીશીયલ બાબતો, માહિતી અધિકાર હેઠળની અરજીઓ, સેવાકીય બાબતો, કોઇ ખાતાની નિમણુંકની બાબતો, અરજદારની સહી વગરની અરજીઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. સ્‍વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા બે થી વધુ પ્રશ્નો રજૂ કરી શકશે નહીં, તેમ નિવાસી અધિક કલેકટર, વલસાડ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close