News
વલસાડ જિલ્લામાં તા.૦૭ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કેમ્પેઇન યોજાશે
માહિતી બ્યુરો : વલસાડઃ તા. ૦૩: વલસાડ જિલ્લામાં આગામી તા.૦૭/૦૨/૨૦૨૨ થી તા.૧૩/૦૨/૨૦૨૨ દરમિયાન સાત દિવસ સુધી મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કેમ્પેઇન યોજનાર છે. જેમાં રૂટીન રસીકરણથી વંચિત હોઇ એવા ૦ થી ૨ વર્ષના બાળકોને બી.સી.જી, પોલીયો, પેન્ટાવેલન્ટ, ઓરી, પી.સી.વી. વગેરે પ્રકારની રસી આપવામાં આવશે. તેમજ સગર્ભામાતાઓને જો બાકી હોય તો ધનુરની રસી આપવામાં આવશે.
વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં ૦૧ સગર્ભા અને ૦૨ બાળકો, વાપી તાલુકામાં ૬૯ બાળકો અને રર સગર્ભા, ઉમરગામ તાલુકામાં ૨૦ બાળકો, ધરમપુર તાલુકામાં ૦૩ બાળકો તથા કપરાડા તાલુકામાં ૮ બાળકો અને ૧૧ સગર્ભા બહેનોને આ રસીકરણ કેમ્પઇનમાં રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારોમાં ૨૨ સગર્ભા અને ૬૯ બાળકો તથા શહેરી વિસ્તારોમાં ૧૨ સગર્ભા અને ૮૩ બાળકો મળી જિલ્લામાં કુલ ૩૬ સગર્ભા બહેનોને તથા ૧૫૨ બાળકોને રસી આપવાનું આયોજન કરાયું છે, જે માટે જિલ્લામાં કુલ ૬૬ સાઇટો નક્કી કરવામાં આવી છે.રૂટીન રસીકરણમાં કોઇ પણ બાળકો તથા સગર્ભા બહેનો રસીકરણથી વંચિત રહી ગયેલી હોઇ તેવા તમામ લાભાર્થીઓ આ રસીકરણ કેમ્પેઇનનો લાભ લે તેવી અપીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment