News
નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે પારડી નગર પાલિકા વિસ્તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
માહિતી બ્યુરો વલસાડ તા.૦૪: નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે પારડી નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૪૧ .૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્યુનીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે પારડી નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોના સી.સી. તથા આર.સી.સી. રસ્તાઓના ખાતમુહૂર્ત તેમજ રૂ.૫૬ લાખના ખર્ચે નુતન નગર તથા સ્વાતિ કોલોનીના આંતરિક ડામર રોડ તથા સ્વાતિ કોલોનીના કામોના લોકાર્પણ મળી કુલ રૂા.૪૩૧.૬૪ લાખના વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ અવસરે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પારડી નગરપાલિકા ટીમની કામગીરીની બિરદાવતાં જણાવ્યું હતું કે, પારડી વિસ્તારમાં અનેકવિધ વિકાસકાર્યો થઇ રહયાં છે. આવનારા સમયમાં પણ અનેકવિધ કામો થકી નગરપાલિકા વિસ્તારને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.સફાઈ કામદારો માટે મકાનો બનાવવા, શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરીનું સુચારુ આયોજન કરવા તેમજ સોલિડ વેસ્ટ સાઈડની કામગીરી એક વર્ષ એક વર્ષમાં પૂરી થાય તેમજ કિલ્લાના વિકાસ માટે આગવી ઓળખ તરીકેની સુવ્યવસ્થિત યોજના બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment