ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સૂચિત ડેમ સામે અપક્ષ સભ્યે વિરોધ નોંધાવ્યો

ધરમપુર તા.પ.ની યોજાયેલી સામાન્ય સભામાં અપક્ષ તા.પ.સભ્ય કલ્પેશ પટેલે સૂચિત ડેમને લઈ ડેમ હટાવોના પોસ્ટર પહેરી જમીન પર બેસી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. અને તાલુકા પંચાયત દ્વારા આદિવાસીઓને બચાવવા માટે ઠરાવ કરવા માંગ કરી હતી. જોકે ટીડીઓએ આગળ મોકલાવ વા રજુઆત આપવા જણાવી ખુરસી પર બેસવા વિનંતી કર્યા બાદ અપક્ષ સભ્ય ખુરસી પર બેઠા હતા.તો આવાસ લાભાર્થીઓના બાકી હપ્તા અને તા.પં.સભ્યોએ વિકાસના કામોની યાદી નહિ અપાઈ હોવાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.
ધરમપુર તા.પં.ના પ્રમુખ રમીલાબેન ગાંવિતની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં સૂચિત ડેમ સામે વિરોધ દર્શાવતા ડેમ હટાવો જંગલ બચાવો, ડેમ હટાવો આદિવાસી બચાવોના પોસ્ટર ધારણ કરી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જમીન પર બેસી દર્શાવેલા વિરોધને લઈ પ્રમુખ અને ટીડીઓ એસ.એન. ગાંવિતે રજુઆત કરવા જણાવી ખુરશી પર બેસવા વિનંતી કરી હતી.જોકે ત્યાર બાદ અપક્ષ સભ્યએ તેમના તા.પં.ના પ્રશ્નો સાંભળવા પ્રમુખને વિનંતી કરી સાથે 13 ગામના આદિવાસી ઓનો પ્રશ્ન છે એમ જણાવી નદી જોડાણ યોજના બંધ કરવા, મરઘમાળમાં સ્મશાનભૂમિ બનાવવા, મરઘમાળની દિવ્યાંગ બહેનને આંગણવાડી ભરતી માં કથિત અન્યાયને લઈ નોકરી આપવા, નરેગાના કામો ચાલુ કરવા સહિતના વિવિધ પ્રશ્નોનું વાંચન કરી નિરાકરણ લાવવા લેખિત રજુઆત કરી હતી.
આ સભામાં વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધાએ આવાસ યોજનાના બાકી હપ્તાની ચુકવણી કરવા અને લેવાયેલા વિકાસના કામોની યાદી અપાઈ નહીં હોવાથી કામો અંગે ખબર નથી પડતી જેથી લોકોને શુ જવાબ આપવો એવો બળાપો ઠાલવ્યો હતો. અન્ય કેટલાક તા.પં.સભ્યોએ પણ એક વર્ષથી કામ નહીં અપાયા હોવાની વાત કરી જિલ્લાના કામોના ખાતમુહૂર્તમાં તા.પ.સભ્યોને બોલાવવામાં આવતા નહીં હોવાનો પ્રશ્ન ઉઠાવી કામોની યાદી આપવા રજુઆત કરી હતી. જોકે ટીડીઓએ કામોની યાદી તમામ સભ્યોને આપવાની ખાતરી આપી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close