News
વોર્ડ નંબર પાંચમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ભાઈ પટેલના હસ્તે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આજે વાપી નગર પાલિકાના ડુંગરી ફળીયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર પાંચમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ભાઈ પટેલના હસ્તે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પાલિકા વિસ્તારનો સૌથી મોટો સ્લમ વિસ્તાર ગણાતા અને પરપ્રાંતીય લોકોની સૌથી વધારે વસ્તી ધરાવતા ડુંગરી ફળિયાના વોર્ડ નંબર પાંચમાંથી વાપી પાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના પીરુ મકરાણી, ખંડુ પટેલ અને દિનેશ હરિહર પ્રસાદની પેનલનો વિજય થયો હતો, અહીં પાણી, વીજળી તેમજ આરોગ્યને લગતી પ્રાથમિક સુવિધાઓનો સતત અભાવ વર્તાતો રહે છે, ત્યારે સ્થાનિક પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ લાવવા કોંગ્રેસની પેનલના ચૂંટાયેલા ત્રણ સભ્યો પૈકી દિનેશભાઇ દ્વારા આ વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય ખોલવામાં આવ્યું છે,
આ પ્રસંગે પાલિકા પદાધિકારીઓ સામે વિકાસ લક્ષી કર્યો કરવા મુદ્દે ભાજપ શાસિત નગર પાલિકા ના પદાધિકારીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર દિનેશભાઇએ કર્યો હતો, તેમના જણાવ્યા મુજબ હાલ પાલિકાના તમામ ભાજપ શાસિત વોર્ડમાં અનેક વિકાસના કામો થઇ રહ્યાં છે, પરંતુ તેમના વોર્ડને વિકાસ કાર્યોથી સદંતર બાકાત કરી દેવામાં આવ્યું છે, જેથી વોર્ડના સ્થાનિક લોકોની સમસ્યાઓના સમાધાન માટે અહીં જનસંપર્ક કાર્યાલય ખોલવામાં આવ્યુ છે, આ સાથે વાપીના અન્ય વોર્ડ અને સ્લમ વિસ્તારોના પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે પણ કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યાલયો ખોલવામાં આવશે એવું કોંગી અગ્રણી પીરુ મકરાણીએ જણાવ્યું હતું, જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દિનેશભાઇ પટેલ, વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર પીરુ મકરાણી, ખંડુભાઇ પટેલ, દિનેશભાઇ તેમજ કોંગી કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો અને આગેવાનો મોટી સંખ્યામ હાજર રહ્યાં હતા
Previous article
Next article
Leave Comments
Post a Comment