News
વલસાડ જિલ્લામાં યોજાયેલા ખાસ રસીકરણ મેગા ડ્રાઇવમાં ૯૦૦૧ વ્યક્તિઓનું રસીકરણ કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૧૭: વલસાડ જિલ્લામાં કોરોના મહામારીથી બચવા માટેનાં તમામ પ્રયત્નો અને અટકાયતી પગલાં માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે જિલ્લામાં કોરોના સુરક્ષાચક સલામત કરવા તા.૧૭/૦૨/૨૦૨૨ના રોજ ખાસ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાયું હતું.
આ મેગા ડ્રાઇવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પારડી તાલુકાની ડી.સી.ઓ. હાઇસ્કૂલ ખાતે મુલાકાત લઇ ૧૫ થી ૧૭ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ પાસેથી કોવિડ-૧૯ રસીકરણ અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તેમજ જિલ્લા રક્તપિત્ત અધિકારીએ પણ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ મેગા ડ્રાઇવમાં આજે સાંજે ૪-૦૦ વાગ્યા સુધીમાં ૩૪૭ સેશન સાઇટો ઉપર ૧૦૩૦, વ્યક્તિઓને પ્રથમ ડોઝ, ૫૯૫૭ વ્યક્તિ ઓને બીજો ડોઝ તથા ૨૦૧૪ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ મળી કુલ ૯૦૦૧ વ્યક્તિઓને કોવિડ-૧૯ રસી આપી ગંભીર રોગ સામે લડવા સક્ષમ અને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા તાલુકા પંચાયત, પ્રાથમિક શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ., ખાનગી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment