બાઈકને પાછળથી બુલેટે ટક્કર મારતા વાપીના હોમગાર્ડનું મોત બરઈ ગોઈમા માર્ગ પર બનેલો બનાવ,પોલીસ બેડામાં શોક

વાપી ટાઉન પોલીસ મથકે હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને વાપી સલવાવ કોળી વાડમાં રહેતા કરણભાઈ વાલાભાઈ બારીયા ઉવ 55 ગત રવિવારે ફળિયામાં રહેતા મિત્ર હરીશ દયાળભાઈ પટેલ સાથે સ્પ્લેન્ડર બાઈક નંબર Gj15NN8329 પર બરાઇથી ગોઇમા જતા હતા ત્યારે માર્ગ પર પાછળથી પુર ઝડપે આવતી બુલેટ બાઈકનંGJ 15DB8 590ના ચાલકે હોમગાર્ડ કરણની બાઈકને ટક્કર મારતા બાઈક પર બંને માર્ગ પર પટકાયા હતા.
જેમાં બાઈક ચાલક વાપીના હોમગાર્ડ કરણને માથામાં ગંભીર ઇજા થતા 108માં પારડીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન કરણભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે હોમગાર્ડ જવાનના પુત્ર મિશાલ ભાઈ અને હરીશભાઈએ પારડી પોલીસ મથકે બુલેટ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માતમાં હોમ ગાર્ડ જવાનું મોત નિપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઇ જવાઇ ગયો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close