વલસાડમાં ધોળા દિવસે 9 લાખના દાગીનાની ચોરી

વલસાડના હનુમાનભાગડામાં એક ઘરમાંથી અજાણ્યા ઇસમો ધોળે દિવસે બોક્ષ પલંગમાં મૂકેલા રૂ. 8 થી 9 લાખના દાગીના ચોરી જવાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. વલસાડ નજીક આવેલા હનુમાનભાગડામાં ગણેશ મહોલ્લો ભંડારી વાડમાં રહેતા દિલીપભાઇ દુર્લભભાઇ ભંડારી 7 વાગ્યે ઘરેથી નોકરી ગયા હતા.જ્યારે તેમના પત્ની સ્મીતાબેન અને તેમની પૂત્રી દિવ્યાંશી ઘરે હતા.દીકરી દિવ્યાંશીબેન પ્રસૂતિ માટે પિયર આવ્યા હતા.દરમિયાન દિવ્યાંશીબેનને વલસાડ દવાખાને લઇ જવાના હતા.જેને લઇ સોમવારે સવારે 9.30 વાગ્યે એપોઇન્ટમેન્ટ હોય સ્મિતાબેન ઘરનો દરવાજો ખુલ્લો રાખી પૂત્રી દિવ્યાંશીને લઇ રિક્ષામાં બેસી હોસ્પિટલ પહોંચી ગયા હતા.ત્યાંથી અડધો કલાક બાદ તેઓ ફરી ઘરે આવ્યા હતા.
દિકરી સૂવાની હોવાથી પેટી પલંગની મચ્છરદાની લેવા જતાં પ્લાય નીચે તરફ જોતાં શક પડ્યો હતો.પલંગ નીચે દાગીના મૂકેલા હોવાથી સ્મિતાબેને તપાસ કરતાં રૂ.8 થી 9 લાખના ઘરેણાં ગાયબ જણાયા હતા.જેમાં મંગળસૂત્ર,સોનાના હારના સેટ,વિટી,બુટ્ટી,સોનાની ચેઇન વિગેરે ચોરાઇ જતાં દિલીપભાઇને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા.આ ઘટનાની સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ હનુમાનભાગડા પહોંચી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close