News
પારડીમાં ધોળે દિવસે બંધ ફલેટનું લોક તોડી રોકડ અને દાગીનાની ચોરી.
પારડીમાં ફરીવાર ચોરીની ઘટના બની છે. ધોળે દિવસે લોક તોડી ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી થતાં પોલીસને ખુલ્લો પડકાર તસ્કરો આપી રહ્યા છે.પારડી શહેરમાં સ્ટેશન રોડ સ્થિત બાલા ખાડી ખાતે આવેલા મેના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 102 માં રહેતા ભાવિક વિનોદચંદ્ર જોશી અને તેમની પત્ની ભૂમિકાબેન જોશી શુક્રવારે સવારે તેમનો ફ્લેટ બંધ કરી 10.30 વાગ્યે તેમના પારડી જીઆઇડીસી ખાતે આવેલા કારખાનામાં ગયા હતા.
આ દરમિયાન તસ્કરોએ તેમના ઘરને ધોળે દિવસે નિશાન બનાવ્યું હતું અને તેમના આ ફ્લેટના દરવાજાનું સેન્ટર લોક કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલી તિજોરી તોડી નાખી રોકડ અને દાગીના પર હાથ સાફ કરી ગયા હતા. પરિવારના કહેવા મુજબ તેમના તિજોરીમાં રાખેલા અંદાજે રોકડા રૂપિયા 15 થી 20 હજાર અને સોનાનું મંગળસૂત્ર,બુટ્ટી,વિટી સહિતના સોનાના દાગીના અંદાજે 3 થી 4 તોલાની તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા છે. જોકે આ તસ્કરોએ ચાંદીના દાગીનાને હાથ પણ અડાવ્યો ન હતો. બપોરે ભાવિકભાઈ અને તેની પત્ની બાળકને ટ્યુશન પરથી લઈ ઘરે જમવા માટે આવતા ઘટનાની જાણ થઈ હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment