News
વાપી, પારડી અને ભીલાડમાં મંદિરની દાનપેટી તોડી ચોરી કરનારો ઝડપાયો10 જગ્યાએ ચોરીની કબૂલાત, SOGએ રૂ.10,780નો મુદ્દામાલ કબજે કર્યો.
વાપી તેમજ પારડી અને ભીલાડ વિસ્તારમાં સતત કેટલાક દિવસોથી મંદિરની દાનપેટી તોડીને ચોરી કરનાર એક આરોપીની એસઓજીએ ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા અને ચોરી કરવા માટેના સાધનો મળી રૂ.10,780નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ હાલ પોલીસ સમક્ષ કુલ 10 જગ્યાએ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે.
જિલ્લાના વાપી, પારડી તેમજ ભીલાડ વિસ્તારમાં મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીના તાળા-નકુચા કાપી ચોરીના સરખી મોડસ ઓપરેન્ડીથી બનતા બનાવો સંબંધે ડીટેક્શન કરવા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.રાઠોડ તથા પીએસઆઇ એલ.જી.રાઠોડના ઓએ સીસીટીવી ફૂટેજના આધારે ફિલ્ડવર્ક કરી બાતમીદારો મારફતે માહિતી મેળવવા તજવીજ ચાલુ કરી હતી.
ત્યારે એએસઆઇ પ્રવિણ કિરસન તથા પોકો અરૂણ સીતારામ ને મળેલી બાતમીના આધારે આરોપી નઇમ મોહબ્બત અલી રહે.ડુંગરા દિલીપ નગર ફેલોશીપ ચર્ચની પાછળ સાદીક મહમદ મન્સુરીની ચાલીમાં વાપી મુળ યુપી ને પકડી પાડી તેના કબજામાંથી મંદિરની દાનપેટી તોડવાના સાધનો તથા તેમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા કબજે લઇ પૂછપરછમાં તેણે છેલ્લા એક વર્ષમાં 10 મંદિરની દાનપેટી માંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા આગળની તપાસ વાપી ટાઉન પોલીસને સોંપાઇ હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment