News
વાપી નગરપાલિકા દ્વારા નિર્મિત કસ્ટમ રોડ પર આવેલ શાકભાજી માર્કેટ ની હરાજી રાખવામાં આવી હતી.
આજરોજ વાપી નગરપાલિકા દ્વારા નિર્મિત કસ્ટમ રોડ પર આવેલ શાકભાજી માર્કેટ ની હરાજી મહેરબાન પ્રાંત અધિકારી સાહેબ પારડી , ચીફ ઓફીસરશ્રી વાપી નગરપાલિકા , પ્રમુખશ્રી વાપી નગરપાલિકા તથા ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિ ચેરમેનશ્રી વાપી નગરપાલિકાની ઉપસ્થિતિમાં નવા શાકભાજી માર્કેટના પરિસરમાં રાખવામાં આવેલ હતી.
જેમાં કુલ ૮ દુકાનો , ભોંયતળિયાના ૪૬ સ્ટોલ તથા પ્રથમ માળ ના ૫૬ સ્ટોલ મળી કુલ ૧૧૦ દુકાનો / સ્ટોલ ની જાહેર હરાજી કરવામાં આવેલ છે.જે પૈકી ભોંયતળિયા ની ૮ દુકાનો , ૪૬ સ્ટોલ તથા પ્રથમ માળના ૨૩ સ્ટોલની બોલી મંજુર થયેલ છે. અને પ્રથમ માળ ના ૩૩ સ્ટોલની બોલી બાકી રહેલ છે. જે આવનારા સમયમાં કરવામાં આવશે.
આ હરાજી માં નગરપાલિકા ને ૮.૫૧ કરોડ ની અપસેટ વેલ્યુ સામે અંદાજિત ૧૦.૧૩ કરોડ જેટલી આવક થઈ છે.જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત ૧૦ સ્ટોલ પૈકી ૨ સ્ટોલ ની હરાજીની બોલી મંજુર થયેલ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment