નરોલીમાં ડીઝલની વહી નદી, ટેન્કર પલ્ટી મારતા નરોલી સેલવાસ રોડ પર ડીઝલની રેલમછેલ

દાદરા નગર હવેલીમાં શુક્રવારે ડીઝલ ભરેલ એક ટેન્કર પલ્ટી મારી ગયું હતું. પીધેલા ડ્રાઇવરની ગફલતે ટેન્કર પલ્ટી મારવાના આ અકસ્માતમાં ટેન્કર માં રહેલ ડીઝલ રસ્તા પર ઢોળાયું હતું. ડીઝલને કારણે રસ્તા પર ડીઝલની નદી વહી હતી. ડીઝલને કેરબામાં ભરવા આસપાસના ગામલોકો તૂટી પડ્યા હતા.
ઘટના અંગે મળતી માહિતી મુજબ સેલવાસ નરોલી રોડ પર રાજ પેટ્રોલીયમમાં મુંબઈથી ડીઝલ ભરીને આવતું ટેન્કર ધાપસા ગોલાઈમાં પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી મારતા ટેન્કરમાં રહેલું ડીઝલ રસ્તા પર ઢોળાયું હતું. ડીઝલ ઢોળાવાને કારણે રસ્તા પર ડીઝલની નદી વહી નીકળી હતી. 
ટેન્કર પલ્ટી મારી જતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ગામલોકોએ રસ્તા પર ઢોળાયેલ ડીઝલની કેરબા જેવા પ્રવાહી ભરવાની ચીજવસ્તુઓમાં ભરવા પડાપડી કરી હતી. જ્યારે ઘટના અંગે તાત્કાલિક ફાયર પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવવા સહિતની કામગીરી આરંભી હતી. તો, ફાયરે રસ્તા પર ઢોળાયેલ ડીઝલની સફાઈ હાથ ધરી હતી. ઘટના અંગે નરોલી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ટેન્કરનો ડ્રાઇવર પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ટેન્કર પલ્ટી મારવા બાબતે ટર્નિંગ રોડ હોય સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close