યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૫ણ સંપર્ક નંબર ૨૪૩૨૩૮ અને ૨૪૦૨૧૨ તેમજ ટોલ ફ્રી નંબર ૧૦૭૭ શરુ કરાયા

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા. ૨૪: ભારત સરકારે વર્તમાન પરિસ્‍થિતિમાં યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી છે. આ હેલ્‍પલાઇન દિલ્‍હી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્‍યો છે. જેના સંપર્ક નં.+૯૧૧૧૨૩૦૧૨૧૧૩, +૯૧૧૧૨૩૦૧૪૧૦૪, +૯૧૧૧૨૩૦૧૭૯૦૫, ૧૮૦૦૧૧૮૭૯૭ છે. 
આ સાથે situationonroom@mea.gov.in ઉપર ઇમેલ પણ કરી શકાશે. ઉપરાંત યુક્રેન સ્‍થિત ભારતીફ દૂતાવાસમાં મદદ માટે +૩૮૦૯૯૭૩૦૦૪૨૮, +૩૮૦૯૯૭૩૦૦૪૮૩ નંબર ઉપર ફોન તેમજ ઉપર cons1.kyiv@mea.gov.in ઇમેઇલ કરી શકાશે. વધુમાં રાજ્‍યના ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્‍ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાનના ફોન નંબર ૦૭૯-૨૩૨૫૧૩૧૨ અને ૫૧૯૦૦ ઉપર સંપર્ક કરી શકશે. આ બાબતો ધ્‍યાને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮, ૨૪૦૨૧૨ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા માટે જિલ્લા કલેક્‍ટર વલસાડ તરફથી જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close