વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા. ૨૪: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ ના રોગચાળાને કાબુમાં લેવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે. રાજ્‍ય સરકાર દ્વારા ટેસ્‍ટ-ટ્રેક-ટ્રીટમેન્‍ટના ત્રિસૂત્રથી આ રોગના દર્દીઓને વહેલા શોધી સમયસર સારવાર કરવામાં આવે છે, જેના થકી હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
કોરોના મહામારીના થર્ડવેવમાં તા.૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ કોવિડ-૧૯ પોઝીટીવનો એકપણ કેસ નોંધાયો નથી, આ અગાઉ તા.૨૯/૧૧ /૨૦૨૧ ના રોજ કોવિડ-૧૯નો એકપણ કેસ નોંધાયો ન હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ માસ દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો ડિસેમ્‍બર-૨૦૨૧માં ૧૧૪ કેસ, જાન્‍યુઆરી -૨૦ ૨૨માં ૫૮૮૭ કેસ અને ફેબ્રુઆરી-૨૨માં તા.૨૩મી સુધી ૪૧૬ કેસ નોંધાયા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close