વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇઃ

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૧૯: વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની આજરોજ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. 
                 આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્‍લા કલેકટરે બંધ પડેલ દુકાનની ફાળવણી કરવા, આવશ્‍યક ચીજ વસ્‍તુઓના વિતરણમાં લાભાર્થીઓની સંખ્‍યા વધારવા, પુરવઠાની નિયત ધોરણે તપાસણી કરવા, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણની કામગીરી, ઉજ્જવલ યોજનાની કામગીરી અને ઇ- શ્રમની નોંધણી વધુ ઝડપી કરવા બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં સમિતિમાં નવા નિમાયેલા સભ્‍યોને આવકારી સમિતિના કામકાજ બાબતે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
                    બેઠકમાં વલસાડના જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદ ર્ડા. કે. સી. પટેલ, વલસાડ, ધરમપુર અને ઉંમરગામના ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણભાઇ પાટકર તેમજ સમિતિના સભ્‍યો, નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂત, જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી કેતુલ ઇટાલીયા તેમજ જિલ્‍લાના તમામ તાલુકા મામલતદારો અને સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close