ભાવનગર રેલવેએ જૂનાગઢ-સતાધર-જૂનાગઢ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવા નિર્ણય કર્યો- અલગ-અલગ ટ્રેનોમાં વધારાનો જનરલ કોચ જોડાશે

મહાશિવરાત્રીના મેળાને ધ્યાનમાં લઈ ભાવનગર રેલવે દ્વારા આવતીકાલથી છ દિવસ માટે જૂનાગઢ-સતાધાર-જૂનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે.આ ટ્રેનોમાં વધારાનો એક-એક જનરલ કોચ પણ જોડાયેલો રહેશે.
જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રિ મેળાનું આયોજન થાય છે. જેમાં હજારો-લાખોની સંખ્યા માં લોકો જોડાતા હોય, લોકોની ભીડને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસને મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ-સતાધર-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર રેલવે દ્વારા જૂનાગઢ-સતાધાર વચ્ચે તા.૨૬-૨થી તા.૩-૩ સુધી ૬ દિવસ માટે મેળા વિશેષ ટ્રેનને જૂનાગઢથી સવારે ૧૦-૪૦ કલાકે ચલાવાશે. આ ટ્રેન બપોરે ૧૨-૨૦ કલાકે સતાધાર સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે વળતી દિશામાં સતાધારથી બપોરે ૧-૦૦ કલાકે ઉપડીને જૂનાગઢ ખાતે બપોરે ૨.૩૫ કલાકે પહોંચશે. આ ટ્રેન પ્રવાસ દરમિયાન બંને દિશામાં તોરણીયા, બિલખા, જૂની ચાવંડ અને વિસાવદર સ્ટેશને ઉભી રહેશે.વધુમાં ૬ દિવસ માટે વધારાના કોચ લગાવવાનો પણ નિર્ણય કરાયો છે. જેમાં પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ, વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેન અને સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જર ટ્રેનમાં એક-એક વધારાનો જનરલ કોચ લગાવાશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close