News
અજિતનગર પ્રાથમિક શાળાના ધોરણ 6માં ભણતા અંશ અને પારુલ નામના વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળા માં પ્રદર્શિત કરતા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મળ્યું
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ અજિતનગર પ્રાથમિક શાળાના ધોરણ 6માં ભણતા અંશ અને પારુલ નામના વિદ્યાર્થીઓએ મેડીકલક્ષેત્રે અતિ ઉપયોગી બની શકે તેવું યુનિટ બનાવી તેને વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરતા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ અજીતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ એ બનાવેલ પ્રોજેકટને રાજ્ય લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ પ્રોજેકટ અંગે શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતા અંશ અને પારુલ નામના વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન ડોક્ટરો પર દર્દીના સગાસંબંધીઓ સારવારમાં બેદરકારીના આક્ષેપ કરતા હતાં. જે સાંભળી-જોઈ આ ઘર્ષણ ટાળવા અને ICU માં દાખલ દર્દીની સ્થિતિ પરિવારજનો બહાર રહીને પણ જાણી શકે તે માટે પ્રોજેકટ તૈયાર કરવાનું વિચાર્યું હતું.
જેમાં શાળાના શિક્ષકોની મદદ લઇ માર્કેટમાંથી થોડાક જરૂરી ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ ખરીદી આ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જે યુનિટ તૈયાર કર્યું છે. તે દરેક હોસ્પિટલમાં મેડિકલ ઈકવીપમેન્ટ ની સાથે દર્દીના હાથની આંગળીમાં લગાવી દેવાથી. દર્દીનું બોડી ટેમ્પ્રેચર, ઓક્સીઝન લેવલ, હાર્ટબીટ જાણી તેની સ્થતી જાણી શકાય છે. આ ડેટા દર્દીના પલંગ પર ખાસ બારકોડ અને યુનિટ લગાવ્યા બાદ વાઇફાઇ થી કે ઇન્ટરનેટથી કનેક્ટ થાય છે. જે દર્દી ના પરિવારજનોને તેના મોબાઈલ પર મળી શકે છે. ડોક્ટરને પણ તેની સતત જાણકારી મળી શકે છે.
આ પ્રોજેકટ ને 2 દિવસમાં તૈયાર કર્યા બાદ તેને રાજયકક્ષાના સાયન્સ ફેરમાં રજૂ કર્યો હતો. જ્યાં તેને પ્રથમ સ્થાન મળ્યું છે. આ અંગે શાળાના શિક્ષક વિનોદ પટેલે જણાવ્યું હતું કે તેમની શાળાના વિદ્યાર્થીઓએ રાજયકક્ષાના વિજ્ઞાન મેળામાં હેટ્રિક નોંધાવી છે. વર્ષ 2019-20, વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 એમ સળંગ ત્રણ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓની કૃતિઓ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહી છે. હાલના પ્રોજેકટ અંગે પણ અમે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ એક્સપર્ટ ની મદદ લઇ જરૂરી ચીજવસ્તુઓ અને ડેટા એકત્ર કરી આ યુનિટ તૈયાર કર્યું છે. જેનાથી તબીબો-દર્દી અને દર્દીના પરિવાર વચ્ચે થતા સંઘર્ષ ને ટાળી શકાય છે. હોસ્પિટલમાં આ યુનિટના અનેક લાભાલાભ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment